<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

તાલાલામાં બે દિવસથી ગુમ ખેડૂતનો હિરણ નદીમાંથી મગરે ફાડી ખાધેલો અર્ધ મૃતદેહ મળ્યો

ખીરધાર ગીર ગામના મેરામણભાઈ બે દિવસ પહેલા પોતાની વાડીએ ગયા બાદ ઘરે પરત ના આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી

તાલાલામાં ગુમ થયેલા ખેડૂતનો હિરણ નદીમાંથી મગરે ફાડી ખાધેલો અર્ધ મૃતદેહ મળ્યો છે. બે દિવસથી ગુમ ખેડૂતનો મૃતદેહ હિરણ નદીમાંથી મગરે ફાડી ખાધેલો અર્ધ મૃતદેહ મળી આવ્યો છે. 

    તાલાલા તાલુકાના ખીરધાર ગીર ગામના 55 વર્ષીય ખેડૂત મેરામણભાઇ ગોવિંદભાઈ માલમનો અર્ધ ખવાયેલો મૃતદેહ હિરણ નદીમાંથી મળી આવ્યો છે. મેરામણભાઈ બે દિવસ પહેલા પોતાની વાડીએ ગયા બાદ ઘરે પરત ના આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. પરિવારજનોને નદી કિનારેથી તેમની લાકડી મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. 

  પોલીસે ડિઝાસ્ટર અને ફાયર બ્રિગેડની મદદથી નદીમાં શોધખોળ શરૂ કરી હતી. આંબાકૂઈ વિસ્તારમાં હિરણ નદીમાં નદીના સૂરજવેકરી વિસ્તારમાં સ્થાનિક ખેડૂતોએ બે મગર જોયા હતા. તેમણે પોલીસને જાણ કરતા ફાયર બ્રિગેડની મદદથી તે વિસ્તારમાં તપાસ કરાવતા ખેડૂતનો અર્ધ ખવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.

(6:19 PM IST)