તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 11th August 2025
જામનગર જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે તિરંગા યાત્રાનું આયોજન
કાલે સવારે ૮:૦૦ કલાકથી લાખોટા તળાવના ગેટ.નં.૧થી રણજીતનગર સરદાર પટેલ સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે : કાર્યક્રમની તૈયારીઓ અંગે જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

જામનગર:સમગ્ર રાજ્યમાં તા.૮ ઓગસ્ટથી હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી થઇ રહી છે. ત્યારે જામનગર જિલ્લામાં પણ “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત ૭૯માં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં નગરપાલિકાઓ, તાલુકાઓ અને ગ્રામ પંચાયતોમાં પણ તિરંગા યાત્રાની ઉજવણી થઇ રહી છે. આ વર્ષે “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા : સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ” ની થીમ પર સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે.
જામનગર જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે તિરંગા યાત્રાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. કાર્યક્રમના સુચારુ આયોજન અને તૈયારીઓ અંગે જામનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેકટરએ લગત અધિકારીઓ અને વિભાગોને સૂચનો આપ્યા હતા. તથા તમામ તાલુકાઓમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવા અને વધુમાં વધુ લોકોને સહભાગી કરવા લગત અધિકારીઓને જણાવ્યું હતું.
આવતીકાલ તા.૧૨ ઓગસ્ટના રોજ સવારે ૮:૦૦ કલાકથી લાખોટા તળાવ ગેટ નં.૧થી તિરંગા યાત્રાનું પ્રસ્થાન થશે. ત્યારબાદ શ્યામજી કૃષ્ણ વર્મા સ્ટેચ્યુ, મયુર મેડીકલ થઇ રણજીત નગર સરદાર પટેલ સ્ટેચ્યુ સુધી યોજવામાં આવશે. ત્યાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત સાફ-સફાઈ કરવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નું, અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, નાયબ મ્યુનીસીપલ કમિશ્નર ઝાલા, પ્રાંત અધિકારીઓ, લગત વિભાગના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા
(6:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
