તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 11th August 2025
ભાજપ-કોંગ્રેસમાં મોટા ભંગાણ, અગ્રણીઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા.
આગેવાનોએ જણાવ્યું હતું કે ગુજરાતની જનતા હવે ભાજપની ખેડૂતો વિરોધી નીતિઓ અને કોંગ્રેસની નિષ્ક્રિયતા સામે મજબૂત વિકલ્પ તરફ વળી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : સોમવારે હળવદ તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા વિશાળ ખેડૂત મહાસભા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયા, પ્રદેશ કિસાન પ્રમુખ રાજુભાઈ કરપડા, કાર્યકારી પ્રમુખ કૈલાસદાનગઢવી, મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરિયા, હળવદ તાલુકા પ્રમુખ ચંદુભાઈ મોરી, ધાંગધ્રા વિધાનસભા સહ-પ્રભારી કમલેશભાઈ ડઢાણીયા, તેમજ મોરબી જિલ્લા ટીમ અને હળવદ આમ આદમી પાર્ટી ટીમ ઉપસ્થિત રહી હતી.
વર્ષો સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા હળવદ તાલુકા પ્રમુખ ડૉ. કે.એમ. રાણા, મોરબી જિલ્લા કોંગ્રેસના કે.ડી. બાવરવા, તેમજ ભાજપ અને કોંગ્રેસના અનેક અગ્રણીઓએ પોતાની જૂની પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીનો ખેશ ધારણ કર્યો હતો
આમ આદમી પાર્ટીના આગેવાનોએ જણાવ્યું હતું કે ગુજરાતની જનતા હવે ભાજપની ખેડૂતો વિરોધી નીતિઓ અને કોંગ્રેસની નિષ્ક્રિયતા સામે મજબૂત વિકલ્પ તરફ વળી રહી છે. આમ આદમી પાર્ટી એ સાફ રાજકારણ, જનકલ્યાણ અને ખેડૂતોના હક્ક માટે લડવા મેદાનમાં ઊતરી છે.
મહાસભામાં હળવદ તાલુકાના ખેડૂતોના પાણી, વીજળી, પાકના વળતર અને બજારની યોગ્ય કિંમત જેવા ગંભીર પ્રશ્નો પર ચર્ચા થઈ. ખેડૂતો સાથે થતા અન્યાય સામે રાજ્યવ્યાપી લડત લડવાની પ્રતિજ્ઞા લેવાઈ હતી.
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
