<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

પાલ આંબલિયા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બનતા ભાજપમાં મોટું ભંગાણ: જામ રાવલના નેતા સહિત અનેક કાર્યકરોએ પંજો પકડ્યો

નગરપાલિકામાં ત્રણ વખત ચૂંટાયેલા નેતા સહિત અનેક કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા :અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ સંજયભાઈ મકવાણા પણ કોંગ્રેસમાં આવ્યા

દેવભૂમી દ્વારકા: પાલ આંબલિયા દેવભૂમી દ્વારકા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બનતા જ ભાજપમાં મોટું ભંગાણ જોવા મળી રહ્યું છે. જામ રાવલ નગરપાલિકામાં ત્રણ વખત ચૂંટાયેલા નેતા સહિત અનેક કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે.

પાલ આંબલિયાની કોંગ્રેસના જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક થતાં જ રાજકારણમાં હલચલ મચી ગઈ છે. આ ઘટનાક્રમ બાદ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં મોટું ભંગાણ જોવા મળ્યું છે. ભાજપના કેટલાક અગ્રણી નેતાઓએ પાર્ટી છોડીને કોંગ્રેસનો હાથ પકડ્યો છે. આમાં ત્રણ વખત ચૂંટાયેલા નેતા વાલા દુદા પરમારનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત જામ રાવલ ગામના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ સંજયભાઈ મકવાણા પણ કોંગ્રેસમાં જોડાયા છે.

સંજયભાઈ મકવાણાએ ભાજપ છોડવાનું કારણ જણાવતા ભાજપ પર એક કરોડ રૂપિયાથી વધુના ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ ભંગાણ અને પક્ષપલટાની ઘટનાઓએ રાજકીય ગરમાવો વધારી દીધો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલિયાએ આ ઘટનાક્રમ બાદ વધુ ફેરફારો થવાની સંભાવના વ્યક્ત કરી છે

 

(11:23 PM IST)