News of Tuesday, 12th August 2025
ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીઃ સાવચેતીની સૂચના

(જયેશ ભટાસણા) ટંકારાઃ જાણીતા વેધર એનાલિસ્ટ કિજલ આર. છૈયા દ્વારા આગામી દિવસોમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે ગાજવીજ અને ઘોડાપૂરની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈને નાગરિકોને સજાગ રહેવા અને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
૧૬ ઓગસ્ટઃ મધ્ય ગુજરાતના રાજપીપળા, ડભોઇ, સિનોર, ખેડા, ગોધરા અને આસપાસના વિસ્તારોમાં મધ્યમ વરસાદની સાથે અમુક સ્થળોએ ભારે ઝાપટાની શક્યતા છે.
૧૭ ઓગસ્ટઃ ઉત્તર ગુજરાત, કચ્છ, પૂર્વોત્તર ગુજરાત અને રાજસ્થાનના બક્સર આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
૧૮ ઓગસ્ટઃ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં, ખાસ કરીને ૧૮ ઓગસ્ટની રાતથી પોરબંદર, કુતિયાણા, માંગરોળ, મેંદરડા, સાસણ ગીર, તાલાલા, વિસાવદર, ધારી, દુધાળા, તુલસીશ્યામ અને આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ, ગાજવીજ અને ઘોડાપૂરની શક્યતા છે. ત્યાર બાદ પણ ૨૩ તારીખ સુધી વરસાદી ગતિવિધિઓ ચાલુ રહશે જે અંગે આવતા દિવસોમાં માહિતી આપવામા આવશે તેમ જણાવ્યું હતું.
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
