<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

નશાયુકત પીણાના ગુન્‍હામાં દેવભુમી દ્વારકા જીલ્લાના ૩ બુટલેગરો પાસા હેઠળ જેલ હવાલે

આયુર્વેદીક સીરપ અને સેનીટાઇઝરની આડમાં કારોબાર ચલાવનારા સામે એલસીબી ટીમની કાર્યવાહી

 

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧રઃ દેવભુમી દ્વારકા એલસીબી ટીમે આયુર્વેદીક સીરપ અને હેન્‍ડ રબ (સેનીટાઇઝર)ની આડમાં નશાયુકત પીણાનો કારોબાર ચલાવતા વ્‍હાઇટ કોલર બુટલેગરો વિરૂધ્‍ધ પાસાનું શષા ઉગામીને જેલ હવાલે કરેલ છે.

રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય નાઓએ કાયદો વ્‍યવસ્‍થા સુદ્રઢ બનાવવાના હેતુસર આયુર્વેદીક સીરપ તથા હેન્‍ડ રબ (સેનીટાઇઝર) ની આડમાં નશાયુક્‍ત પીણાંનો કારોબાર ચલાવતા ઇસમો વિરૂદ્ધ કડક પગલાઓ લેવા સબબ કરેલ સુચના અનુસાર એલ.સી.બી.ના પોલીસ ઇન્‍સ્‍પેકટર કે.કે. ગોહિલ નાઓની રાહબરી હેઠળ પો.સ.ઇ. બી.એમ. દેવમુરારી નાઓ દ્વારા નીચે જણાવેલ આયુર્વેદીક સીરપ તથા હેન્‍ડ રબ (સેનીટાઇઝર) ની આડમાં નશાયુક્‍ત પીણાંનો કારોબાર ચલાવી સમાજમાં નશાનો ફેલાવો કરતા આરોપીઓ વિરૂદ્ધ અંકુશાત્‍મક રીતે કાર્યવાહી કરવા સારૂ આરોપીઓના ગુન્‍હાહીત ઇતિહાસ અંગેની સંપૂર્ણ માહીતી એકત્રિત કરી અસરકારકતા પૂર્વકની પાસા દરખાસ્‍ત તૈયાર કરી વિધિવત રીતેની દરખાસ્‍ત મોકલી આપવામાં આવેલ.

જે આધારે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ એમ. તન્ના નાઓએ આયુર્વેદીક સીરપ તથા હેન્‍ડ રબ (સેનીટાઇઝર) ની આડમાં નશાયુક્‍ત પીણાંનો કારોબાર ચલાવતા વ્‍હાઇટ કોલર બુટલેગરો ઉપર અંકુશ મેળવવા અને સમાજના લોકોમાં નશાયુક્‍ત પ્રવળતિ ઉપર રોક લગાવવા અંગેનો હકારાત્‍મક અને કડકાયી અભિગમ અપનાવી ત્‍વરિત નિર્ણય લઇ સદરહું ઇસમોની પાસા દરખાસ્‍ત મંજુર કરી અટકાયત વોરંટો ઈશ્‍યુ કરતા પો.સ.ઇ. શ્રી બી.એમ. દેવમુરારી તથા ટીમના માણસો દ્વારા મજકુર ઇસમોને અલગ અલગ સ્‍થળ અને સમયેથી રાઉન્‍ડ અપ કરી પાસા એકટ ૧૯૮૫ હેઠળ ઇશ્‍યુ કરવામાં આવેલ વોરંટની બજવણી કરી નીચે જણાવેલ ઇસમોને અલગ અલગ જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે.

(૧) લગધીરસિંહ ઉર્ફે લખધીરસિંહ કાળુભા જાડેજા, ઉ.વ.૪૫, રહે. હીલપાર્ક-૦૧, પ્‍લોટ નં.૧૧૭, સિદસર રોડ, ભાવનગર, મુળ રહે. ખીજદડ ગામ, તા.કલ્‍યાણપુર, જિ.દેવભુમિ દ્વારકા પાસા બજવણી તા.૦૭/૦૮/૨૫ - જીલ્લા જેલ પાલનપુર, બનાસકાંઠા,  (ર) ચિરાગ લીલાધરભાઇ થોભાણી, જાતે - લોહાણા, ઉવ - ૩૪, ધંધો-વેપાર, રહે. ગુંદી ચોક, હીના પ્રોવીઝન સ્‍ટોરની બાજુમાં, ખંભાળીયા તા.ખંભાળીયા, જિ.દેવભૂમિ દ્વારકા પાસા બજવણી તા.૧૧/૦૮/૨૫ - પાલારા ખાસ જેલ, ભુજ, (૩) અકરમ નજીરભાઇ બાનવા, જાતે - ફકીર(મુસ્‍લીમ), ઉવ - ૩૭, ધંધો-ડ્રાઇવીંગ, રહે. ખંભાળીયા, શક્‍તિનગર, બીઆરસી ભવનની પાછળ, તા.ખંભાળીયા, જિ.દેવભૂમિ દ્વારકા પાસા બજવણી તા.૧૧/૦૮/૨૫ - લાજપોર મધ્‍યસ્‍થ જેલ, સુરત જેલ હવાલે કરેલ છે.

આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી. પો.ઇન્‍સ. કે.કે. ગોહિલ, પો.સ.ઇ.  બી.એમ. દેવમુરારી, વી.એન. શિંગરખીયા, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા, એએસઆઇ વિપુલભાઇ ડાંગર, સજુભા જાડેજા, જયદેવસિંહ જાડેજા, દિનેશભાઇ માડમ, એચસી ગોવિંદભાઇ કરમુર, સહદેવસિંહ જાડેજા, પીઠાભાઇ ગોજીયા, પીસી સચિનભાઇ નકુમ, કિરપાલસિંહ ચૌહાણ, તેમજ કલેક્‍ટર કચેરીના ડે.મામલતદાર નિલેષભાઇ કરમુર અને ટીમ દ્વારા કરવામાં આવેલ છે.(૬.૮)

(10:53 AM IST)