News of Tuesday, 12th August 2025
જૂનાગઢમાં નો પર્કિગ ઝોનમાંથી ખાનગી બસ લઈ લેવા કહેતા ભગાવી મુકી
પોલીસે પીછો કરી બસ ઊભી રખાવી ડ્રાઇવરને પકડી પાડ્યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૨ : જૂનાગઢમાં નો ર્પાકિંગ ઝોનમાંથી બસ લઈ લેવાનું કહેતા ખાનગી બસના ચાલકે બસને ભગાવી મૂકી હતી પરંતુ પોલીસે પીછો કરીને બસને રોકી ડ્રાઇવરને પકડી પાડી કાર્યવાહી કરી હતી.
શહેર ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલ મુકેશ કરગઠીયા સોમવારે બપોરે એસટી બસ સ્ટેન્ડ સર્કલ પાસે ટીઆરબી સાથે ફરજ પર હતા તે દરમિયાન એસટી બસ સ્ટેન્ડની સામે રોડ પર નો ર્પાકિંગ ઝોનમાં અભિજીત તથા સરકાર લખેલી જીજે ૦૩ બીવી ૪૩૯૭ નંબરની ખાનગી બસ વાહન ચાલકોને અડચણરૂપ થાય તે રીતે ઉભી રાખી બસ ડ્રાઇવર ટ્રાફિક કરતો હોય તેથી ત્યાં જઈ બસ લઇ જવા જણાવ્યું હતું. પરંતુ ચાલક બસને પૂરઝડપે હંકારી નાસી જતા બાઈક પર પોલીસે પીછો કર્યો હતો પરંતુ આ દરમિયાન બસની આગળ વાહન આવી જતા ચાલકે બસને તાત્કાલિક બ્રેક મારી ઉભી રાખતા માંડ માંડ ઉભી રહી હતી અને અન્ય વાહન સાથે અથડાતા રહી ગઈ હતી.
પોલીસે વિસાવદર તાલુકાના કાલાવડ ગામનો બસ ડ્રાઇવર ઉમેદ નાનજીભાઈ ગેગડાની અટક કરી કલમ ૨૮૧, ૨૮૫ અને ૨૨૩ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
