<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

મોટી પાનેલી નવનિર્મિત શાળાના બિલ્‍ડીંગનું ધારાસભ્‍ય મહેન્‍દ્રભાઇ પાડલીયાના હસ્‍તે લોકાર્પણ

ડે. ક્‍લે. પંકજસિંહ જાડેજા કુમાર શાળાના નવા બિલ્‍ડીંગનું લોકાર્પણ થતા છાત્રોમાં ખુશાલી

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી તા.૧૨: ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં આજરોજ ગામની સરકારી પ્રાથમિક શાળાના નવા બિલ્‍ડીંગ નું લોકાર્પણ કરવામાં આવેલ. પાનેલીની ડે. ક્‍લે. પંકજસિંહ જાડેજા કુમાર શાળાના નવા બનેલા બિલ્‍ડીંગ નું લોકાર્પણ ધોરાજી ઉપલેટા ના માનનીય ધારાસભ્‍ય ડો.મહેન્‍દ્રભાઈ પાડલીયાના હસ્‍તે ખુલ્લું મુકવામાં આવેલ જોગનુજોગ આજથી સાત વર્ષ પહેલા મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી ના હસ્‍તે આ કુમાર શાળાનું નામ પાનેલીના પનોતા પુત્ર અને ગુજરાત સરકારના સનિષ્ઠ અધિકારી એવા પંકજસિંહ જાડેજા કુમાર કુમાર શાળા નામકરણ કરવામાં આવેલ જે પ્રસંગ ને પાનેલીના જ ધારાસભ્‍યશ્રી ડો. પાડલીયાએ વર્ણવ્‍યો હતો સાથેજ ધારાસભ્‍યએ પોતાનું પ્રાથમિક શિક્ષણ પણ પાનેલીમાં લીધા અંગેના સ્‍મરણો દોહારાવ્‍યા હતા. નવા બિલ્‍ડીંગ નું લોકાર્પણ માનનીય ધારાસભ્‍ય શ્રી સહીત શિક્ષણ સમિતિ ચેરમેન અલ્‍પાબેન તોગડીયા સરપંચ શ્રી શારદાબેન જાદવ જી. પં. સદસ્‍ય મીરાબેન ભાલોડીયા દ્વારા ફિટ કાપી ખુલ્લું મુકવામાં આવતા વિદ્યાર્થી ગણમાં આનંદ છવાયો હતો લગભગ ત્રણ વર્ષ જેટલો સમય વિદ્યાર્થી ઓ અન્‍ય જગ્‍યાએ અભ્‍યાસ કરવા મજબુર હતા જેને લઈ આજે નવા બિલ્‍ડીંગમાં બેસવા મળશે જેની ખુશી બાળકોમાં સ્‍પષ્ટ જણાતી હતી આ પ્રસંગે સ્‍વ. પંકજસિંહ જાડેજા ના પિતાશ્રી એ લેખિત શુભેચ્‍છા સંદેશ પાઠવી તમામનો આભાર વ્‍યક્‍ત કરેલ સાથેજ શાળાને આરઓ પાણી સિસ્‍ટમ ડોનેટ કરવા બદલ દાતાનું સન્‍માન કરવામાં આવેલ.

 લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્‍ય પાડલીયા સાથે સરપંચ ચંદુભાઈ જાદવ ઉપ સરપંચ જતીનભાઈ ભાલોડીયા,  જી. પં.શિક્ષણ સમિતિ ચેરમેન અલ્‍પાબેન તોગડીયા, જી. પં. સદસ્‍ય મીરાબેન ભાલોડીયા, જાડેજા પરિવારના અશોકસિંહ જાડેજા, તા. પં. સદસ્‍ય મનીષાબેન સવસાણી, તા. પ્રા. શિક્ષણ અધિકારી વાળા, બીઆરસી શ્રી ગજેરા,  પીઆઈ પરમાર, જગદીશભાઈ વિરમગામાં, બાબુભાઇ હુંબલ, જટુભા વાળા, વિરેનભાઈ ફળદુ, બાલાભાઈ ઓઢવીયા,  અતુલભાઈ ભાલોડીયા, આચાર્ય માલદેભાઇ અને તળપ્તિબેન સહીત તમામ શિક્ષક સ્‍ટાફ તેમજ વિદ્યાર્થીઓ સહીત બહોળી સંખ્‍યામાં ગ્રામજનીએ હાજરી આપી હતી. સંચાલન મેનાબેને કર્યું હતું.

(11:16 AM IST)