<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

દ્વારકા ખાતે જન્‍માષ્ટમીમાં પાર્કિંગ ઝોન તથા પાર્કિંગ વિસ્‍તાર કરાયા જાહેર

(કૌશલ  સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧ર,  આગામી જન્‍માષ્ટમીના તહેવાર દરમિયાન દ્વારકા શહેરમાં ટ્રાફિક વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્‍ટ્રેટશ્રીને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૩૩(૧)(ગ)  હેઠળ મળેલ સત્તાની રૂએ તા.૧૨-૦૮-૨૦૨૫થી તા.૧૭-૦૮-૨૦૨૫ સુધી દ્વારકા શહેરના કેટલાક વિસ્‍તારો ‘નો ર્પાકિંગ' તેમજ ‘ર્પાકિંગ' ઝોન તરીકે ઉપયોગમાં લેવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

દ્વારકા શહેરના પૂર્વ દરવાજાથી જોધાભા માણેક ચોક અને પૂર્વ દરવાજાથી ભથાણ ચોક સુધી ૫૦ મીટર ત્રિજ્‍યા, ત્રણબતી ચોકથી મહાજન બજાર ચાર રસ્‍તા, ત્રણબતી ચોકથી ભદ્રકાલી રોડ સુધી પ૦ મી. ત્રિજ્‍યા, હોમગાર્ડ ચોકથી ત્રણબતી ચોક અને હોમગાર્ડ ચોકથી શાક માર્કેટ સુધી ૫૦ મી. ત્રિજ્‍યા, શાકમાર્કેટ ચોકની આજુબાજુના વિસ્‍તાર ૫૦ મીટર ત્રિજયામાં તેમજ એસટી ડેપોના આજુબાજુના વિસ્‍તાર ૧૦૦ મી. ત્રિજ્‍યામાં, જોધાભા માણેક ચોકથી શિવરાજસિંહ રોડ ઇસ્‍કોન ગેઇટ સુધી ૧૦૦ મી. ત્રિજ્‍યા અને કીર્તિસ્‍તંભ,સુદામા ચોક, ભથાણચોક, મટુકી ચોક તેમજ ભદ્રકાલી ચોક આજુબાજુના વિસ્‍તારના ૨૦૦ મી. ત્રિજ્‍યામાં  ‘‘નો ર્પાકિંગ ઝોન'' તરીકે નિયત કરેલ છે.

હાથીગેટ ર્પાકિંગ વ્‍યવસ્‍થા, સર્કિટ હાઉસ પાછળનું મેદાન, શારદાપીઠ કોલેજનું ખુલ્લુ મેદાન એસટી રોડ, રાજપુત સમાજ સામે ગોમતીઘાટ ખુલ્લુ મેદાન, સ્‍વામિનારાયણ મંદિર ગ્રાઉન્‍ડ પાછળનું મેદાન, રાવળા તળાવ ગ્રાઉન્‍ડ ઇસ્‍કોન ગેટની બાજુમાં, અલખ હોટલની બાજુમાં હાથીગેટની સામે ફોર વ્‍હીલ, થ્રી વ્‍હીલ તથા હેવી વાહનો માટે ર્પાકિંગ વિસ્‍તાર રહેશે. હાથીગેટથી શ્રી દ્વારકાધીશ મંદીર તરફ, કાનદાસબાપુ આશ્રમથી ભથાણ ચોક - કીર્તિસ્‍તંભ - દ્વારકાધીશ મંદીર તરફ,  મહાજન બજારથી દ્વારકાધીશ મંદીર તરફ, બ્રહ્મકુંડથી દ્વારકાધીશ મંદિર તરફ, જોધાભા માણેક ચોકથી દ્વારકાધીશ મંદીર પૂર્વ દરવાજા તરફ, ભથાણ ચોકથી દ્વારકાધીશ મંદીર પૂર્વ દરવાજા તરફ, કિર્તીસ્‍તંભ સર્કલથી દ્વારકાધીશ મંદીર પૂર્વ દરવાજા તરફ ટુ વ્‍હીલ/ થ્રી વ્‍હીલ/ ફોર વ્‍હીલ/ ભારે વાહનોનો ઙ્કવેશ ઙ્કતિબંધિત કરાયો છે. જ્‍યારે ધીંગેશ્વર મંદીરની સામેની શેરી દ્વારકાધીશ મંદીર તરફ, શાક માર્કેટ ચોકથી મહાજન બજાર/ નિલકંઠ ચોક/ દ્વારકાધીશ મંદીર તરફ થ્રી વ્‍હીલ/ ફોર વ્‍હીલ/ ભારે વાહનોનો પ્રવેશ પ્રતિબંધિત રહેશે.ઇસ્‍કોન ગેટથી - ભથાણ ચોક -જોધાભા માણેક ચોક - દ્વારકાધીશ મંદીર તરફ, પોસ્‍ટ ઓફિસ ચાર રસ્‍તાથી ભદ્રકાલી ચોક તરફ જતા રસ્‍તે, રબારી ગેટ ચાર રસ્‍તાથી ભદ્રકાલી ચોક તરફ જતા રસ્‍તે, હોસ્‍પિટલ ચાર રસ્‍તાથી મટુકી ચોક - ભદ્રકાલી ચોક તરફ જતા રસ્‍તે, સર્કિટ હાઉસ ચાર રસ્‍તાથી મટુકી ચોક - ભદ્રકાલી ચોક તરફ તથા પ્રિતમ વ્‍યાયામ તરફ જતા રસ્‍તે, બસ/ ભારે વાહનો તમામના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્‍યો છે 

(11:17 AM IST)