<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

સેવા નિવૃત્ત થનાર કચ્‍છ જિલ્લા પંચાયતના વિસ્‍તરણ અધિકારી નરેન્‍દ્ર શ્રીમાળીને વિદાયમાનઃ ભુજ રિલોકેશન સાઇટના ૫ હજાર રહેવાસીઓને જમીન માલિકીની લાલબુક અપાવવામાં મહત્‍વપૂર્ણ ભૂમિકા

 

ભુજઃ કચ્‍છ જિલ્લા પંચાયતમાં વિસ્‍તરણ અધિકારી તરીકે કાર્યરત નરેન્‍દ્ર કાશીરામ શ્રીમાળી તેમની ૩૫ વર્ષની સરકારી ફરજ પૂર્ણ કરી સેવા નિવળત્ત થતા તેમને પંચાયત પરિવાર અને મિત્ર વર્તુળ દ્વારા ભાવભેર વિદાયમાન અપાયું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્‍સવ ગૌતમ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ સી.આર. પ્રજાપતિ, વિજ્‍યાબેન પ્રજાપતિ, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ઘેલાભાઈ આહીરે તેમનું બહુમાન કરી કાર્યનિષ્ઠા અને ફરજ પરસ્‍ત કામગીરીને બિરદાવી હતી. સરકારી નોકરીમાં તલાટી તરીકે જોડાયેલા અને વિસ્‍તરણ અધિકારી તરીકે નિવળત્ત થઈ રહેલા નરેન્‍દ્ર શ્રીમાળીએ મહેસૂલી નિયમોના અભ્‍યાસુ તરીકે પંચાયત ક્ષેત્રે નામના મેળવી હતી. તેઓ ઐતિહાસિક ધરોહર ધોળાવીરામાં ૧૯૯૦ થી ૯૫ દરમ્‍યાન તલાટી તરીકે ફરજ બજાવતા હતા ત્‍યારે પુરાતત્‍વ વિભાગના તત્‍કાલીન વડા ડો. રણજીતસિંહ બિસ્‍ત દ્વારા શરૂ કરાયેલ કામગીરી સાથે સંકળાયેલા હતા. ૨૦૧૪ માં તત્‍કાલીન કલેક્‍ટર મહેન્‍દ્ર પટેલના કાર્યકાળમાં ભુજ સીમ તલાટી તરીકે ભૂકંપ બાદ ભુજની ચારેય રિલોકેશન સાઇટના રહેવાસીઓની માલિકીના હક્ક અંગે ૧૪ વર્ષથી અનિર્ણિત પ્રશ્નનો ઉકેલ લાવવામાં મહત્‍વની ભૂમિકા ભજવી હતી. જેની રાજ્‍યકક્ષાએ તત્‍કાલીન મુખ્‍યમંત્રી આનંદીબેન પટેલે પણ નોંધ લીધી હતી. ૨૦૦૪-૦૫ માં ભુજ તાલુકાના કુકમા ગામના તલાટી તરીકે કામગીરી દરમ્‍યાન રાજ્‍યની શ્રેષ્ઠ ગ્રામ પંચાયત તરીકે કુકમા ને પ્રથમ ઈનામ મળ્‍યું હતું અને સરકારે ગામને ૬૦ લાખના વિકાસ કાર્યોની ભેટ આપી હતી. તેમના વિદાય સમારોહમાં કચ્‍છ જિલ્લા તલાટી મંડળના પૂર્વ પ્રમુખો રાજુભા જાડેજા સુરેશ સાધુ ઉપરાંત જી.પી. રાણાએ ‘સર'ના હુલામણા નામથી જાણીતા નરેન્‍દ્ર શ્રીમાળીને મહેસૂલી ધારાના અભ્‍યાસુ ગણાવી તલાટી મંડળના પ્રશ્નો રાજ્‍ય સરકાર સુધી પહોંચાડવામાં તેમની જાગળતિને બિરદાવી હતી. આ પ્રસંગે તલાટી મંડળના જિલ્લા પ્રમુખ વિજય ગોસ્‍વામી, ત્રીજા વર્ગ કર્મચારી મંડળના પ્રમુખ નિર્મળસિંહ જાડેજા, વિસ્‍તરણ અધિકારી પંચાયત મંડળના અગ્રણી નીલકંઠ ગોસ્‍વામી ઉપરાંત પંચાયત પરિવારના સાથી સભ્‍યોએ શુભેચ્‍છાઓ પાઠવી હતી.(તસ્‍વીર-અહેવાલઃ વિનોદ ગાલા-ભુજ)

(12:31 PM IST)