<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

બોળચોથ સાથે જન્‍માષ્‍ટમી પર્વનો પ્રારંભ : સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઉત્‍સાહ

 

ગોંડલ સંગ્રામસિંહજી હાઇસ્‍કુલના મેદાનમાં લોકમેળાની તડામાર તૈયારી નજરે પડે છે. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ) 

રાજકોટ, તા., ૧૨ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજથી જન્‍માષ્‍ટમી પર્વનો પ્રારંભ થયો છે. આજે ગૌમાતાના પૂજન સાથે બોળચોથની ઉજવણી કરવામાં આવી રહી છે.કાલે નાગ દેવતાના પૂજન સાથે નાગ પાંચમ ઉજવાશે. ગુરૂવારે રાંધણ છઠ્ઠ, શુક્રવારે શીતળા સાતમ અને શનિવારે જન્‍માષ્‍ટમીની ઉજવણી કરવામાં આવશે.

જન્‍માષ્‍ટમી પર્વ ઉજવવા લોકોમાં ઉત્‍સાહ છવાયો છે. ફરવાલાયક અને ધાર્મિક જગ્‍યાઓ ઉપર જનમેદની ઉમટી પડશે.જન્‍માષ્‍ટમી પર્વમાં લોકમેળાની રંગત જામશે અને સૌ કોઇ મેળાની મજા માણશે. 

લોકમેળામાં બહેનોની સુરક્ષા દુર્ગાવાહિની કરશે

રાજકોટઃ તા.૧ર, જન્‍માષ્‍ટમી લોકમેળા માં બહેનોની સુરક્ષા, સલામતી માટે દુર્ગા વાહિની સેના તા. ૧૪ થી કરશે, સ્‍ટોલ નં. ૧ થી ૩ માં ઉપસ્‍થિત રહેશે, સાંજે ૪ થી ૬ નિષ્‍ણાત વકતાઓનું વકૃતવ્‍ય સ્‍ટોલ ઉપ રહેશે. દુર્ગાવાહિની સેનાની કામગીરી દિપાબેન કોરાટ, પૂર્વીબેન દવે, રંજનબેન ચૌહાણ, નિમલબેન રાડીયા, હિનાબેન કોટડીયા, સુસ્‍મીતાબેન જૈના, મુમતાઝબેન, વનીતાબેન રાદડીયા, ભાવનાબેન વાઘેલા સંભાળે છે. વધુ વિગત માટે મો.નં. ૯૪૨૬૨ ૦૧૯૧૧ ઉપર અથવા મો.નં. ૭૦૧૬૧ ૩૧૮૭૨, મો. નં. ૮૨૦૦૨ ૮૧૭૧૭, મો. નં. ૯૩૭૬૩ ૮૦૮૮૮ ઉપર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે  

(11:45 AM IST)