હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જામનગરમાં ત્રિરંગાયાત્રા

જામનગરઃ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રા યોજાઇ હતી. નીકળેલી આ તિરંગા યાત્રા જામનગરના વિવિધ માર્ગો પર ફરી શ્યામજી કળષ્ણ વર્માની પ્રતિમા ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી ત્યાંથી રણજીત નગર લેઉવા પટેલ સમાજ પાસે આવેલ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે પહોંચી હતી જ્યાં તિરંગા સાથે ઉપસ્થિત નાગરિકોએ ભારત માતાકી જય અને વંદે માતરમ ના નારા સાથે દેશભક્તિનું અનેરૂ વાતાવરણ સર્જ્યું હતું. તિરંગા યાત્રામાં જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશ કગથરા, કલેકટર કેતન ઠક્કર, કમિશનર ડી.એન. મોદી, જિલ્લા પોલીસવાળા પ્રેમસુખ ડેલૂ સહિતના અગ્રણીઓ અને ત્રણેય પાંખ સૈન્યના તેમજ એનસીસી અને વિવિધ શાળાના પ્રતિનિધિઓ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા.( તસવીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
