ગોંડલ અક્ષર મંદિરે પૂ. ડોકટર સ્વામીની પધરામણી
૨૩મી સુધી રોકાશેઃ ધ્વજવંદન અને શ્રીકૃષ્ણ જન્મોત્સવ ધામધુમથી ઉજવાશે

(અશોક જોશી દ્વારા) ગોંડલ, તા. ૧૨: સાક્ષાત સ્થાન શ્રી અક્ષરમંદિર ગોંડલ ખાતે પ. પૂ. ડોકટર સ્વામી પધાર્યા છે. આ તકે પૂ. સંતો અને હરિભક્તો દ્વારા તેઓશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત શ્રી અક્ષર મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. ગોંડલ શહેરમાં પ્રવેશતા જ યોગીદ્વાર ખાતેથી સાફાધારી બાઈક સવાર યુવાનો પ.પૂ. ડોકટર સ્વામીનાં સ્વાગત કર્યુ હતું. બાળકો અને વિવિધ વેશભુષામાં સજજ બાળકોએ તેમજ ગુસ્કુળનાં વિદ્યાર્થીઓએ પુષ્યવળષ્ટિ દ્વારા ૫. પૂ. ડોકટર સ્વામીને અક્ષર દ્વારથી અક્ષર મંદિર સુધી આવકાર્યા હતા. આ તકે અક્ષર મંદિરનાં તમામ સંતોએ પુષ્પહાર પહેરાવી તેઓશ્રીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. આ તકે બહોળી સંખ્યામાં હરિભક્તો શ્રી અક્ષર મંદિર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. તાઃ૧૧/૦૮/૨૦૨૫, સોમવાર થી તાઃ ૨૩/૦૮/૨૦૨૫, શનિવાર સુધી શ્રી અક્ષર મંદિર ખાતે પ.પૂ. ડોકટર સ્વામીનાં સાંન્ધિયમાં કાર્યકર સંમેલન, ગુરૂકુળના વિદ્યાર્થીઓના વાલીઓ માટે વાલી સંમેલન, ૧૫ ઓગસ્ટ નિમિતે ધ્વજવંદન તેમજ શ્રી કળષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત તેઓના સાન્નિધ્યમાં પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત સત્સંગ પારાયણનું પણ આયોજન કરવામાં આવેલ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
