<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

પોરબંદરમાં લોકમેળામાં ઓસમાણ મીરનો ડાયરો તથા જીતુભાઇ દ્વારકાવાળાનો હાસ્‍ય કાર્યક્રમ

લોકમેળામાં દરરોજ રાત્રે સાંસ્‍કૃતિક કાર્યક્રમોનો રસથાળઃ ૫ દિવસનો મેળો રંગ જમાવશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૨: મહાનગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા આયોજીત જન્‍માષ્‍ટમી લોકમેળા-૨૦૨૫નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં દરરોજના સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજાશે.

લોકમેળામાં તા.૧૫/૮/૨૦૨૫ સાતમ (શુક્રવાર) રશ્‍મિકાબેન રબારીના લોકગીતો તા. ૧૬/ જન્‍માષ્‍ટમી (શનિવાર) એ શ્રી સાગર કાચા, જૂનાગઢ વાળાના-લોકગીતો તા.૧૭/ નવમ (રવિવાર) એ (તૃપ્‍તીબેન આર. ટાપરીયા) વડોદરા દ્વારા ગીત-સંગીત યોજાશેઆ લોકમેળામાં  તા.૧૮/ દશમ (સોમવાર)એ જીતુભાઇ દ્વારકાવાળા (જીતેન્‍દ્રભાઇ બી. ઉપાધ્‍યાય) જૂનાગઢ વાળાનો હાસ્‍ય દરબાર તા. ૧૮/ દશમ એ કિશન રાદડિયા એન્‍ડ રિધમ ટીમ સુરત વાળાની ઓરકેસ્‍ટ્રા પાર્ટી તેમજ તા.૧૯/ અગીયારસ (મંગળવાર) એ ઓસમાણભાઇ મીરનો લોકડાયરો રાખેલ છે તેમ નાયબ કમિશનર (પ્રોજેકટ) મહાનગરપાલિકાની યાદીમાં જણાવ્‍યું છે.

(12:34 PM IST)