હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મચ્છુ જળ હોનારતની ૪૬મી વરસીએ દિવંગતોને મૌન રેલી યોજી, ૨૧ સાઈરાન સાથે શ્રદ્ધાંજલિ અપાઈ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૧૨: મોરબીમાં ૪૬ વર્ષ પહેલાં સર્જાયેલી મચ્છુ જળ હોનારતની ૪૬મી વરસી નિમિત્તે મહાનગરપાલિકા દ્વારા એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દુર્ઘટનામાં દિવંગત થયેલા આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે શહેરભરમાંથી લોકો જોડાયા હતા.
મૌન રેલી બપોરે ૩:૩૦ કલાકે મહાનગરપાલિકા કચેરીથી શરૂ થઈ હતી. નહેરુ ગેટ ચોક પાસેથી સાયરન વગાડીને રેલીની શરૂઆત ક૨વામાં આવી હતી અને ૨૧સાયરન વગાડી દિવંગતોને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ મૌન રેલી મણી મંદિર નજીક આવેલા સ્મળતિ સ્તંભ સુધી પહોંચી હતી, જ્યાં સૌએ દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી અને તે સમયના સંસ્મરણો યાદ કર્યા હતા. જે લોકો તે સમયે સ્વયંસેવક તરીકે રાહત કાર્યમાં જોડાયા હતા, તેમણે પણ પોતાના અનુભવો યાદ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.આજે મોરબી મહપાલિકા કચેરીએથી મૌન રેલી યોજાઇ હતી જેમાં માજી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય કાંતિભાઈ અમળતિયા અને દુર્લભજીભાઈ દેથારિયા, માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ મહેશભાઇ રાજકોટિયા, જીલ્લા પંચાયત ચેરમેન અજયભાઇ લોરીયા, ભાજપના માજી પ્રમુખ લાખાભાઇ જારીયા, પ્રદીપભાઇ વાળા, ડો. જયંતિભાઈ ભાડેશિયા, મોરબી શહેર ભાજપના પ્રમુખ રિશિપભાઇ કૈલા, ભાવેશભાઈ કંઝારીયા, ભૂપતભાઇ જારીયા, નિર્મલભાઈ જારીયા, પ્રકાશભાઈ ચબાડ, દેવાભાઇ અવાડિયા, કેતનભાઇ વિલપરા, નરેન્દ્રભાઈ પોપટ, મનુભાઈ બરાસરા, ગિરિરાજસિંહ ઝાલા, અશિફભાઈ ઘાંચી, જયંતિભાઈ પડસુંબિયા, બાબુભાઇ પરમાર, મનુભાઈ સારેસા, જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, શહેર કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ વિજયભાઈ કોટડીયા, એલ.એમ. કંઝારીયા, મહેશભાઇ રાજકોટિયા, ભવિનભાઇ ફેફર તેમજ કલેક્ટર કે.બી.ઝવેરી, ડીડીઓ જે.એસ.પ્રજાપતિ, એસપી રાહુલ ત્રિપાઠી સહિતના અધિકારી અને કર્મચારી હાજર રહ્યા હતા અને દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
