<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

પોલીયોની દવા છે તેમ કહી પીવડાવી જામનગરના જી.જી.હોસ્‍પિટલમાં બેભાન અવસ્‍થામાં આવી જતા લુંટ ચલાવી ગઠીયો નાશી ગયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૨ : અહી સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં લલીતભાઈ બાબુભાઈ ગણાત્રા, ઉ.વ.પપ, રે. રંગ સોસાયટી, બ્‍લોક નં.૧૦૪, શીતલ રોડ, જય જલારામ કૃપા, અમરેલી ગામવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી લલીતભાઈ દ્વારકાથી બસમાં આવતા હોય ત્‍યારે કોઈ અજાણ્‍યો ઈસમ તેની બાજુમાં બેસી હિંદીમાં ફરીયાદી લલીતભાઈને પુછતો હોય કે તમારો હાથ કેમ આવી રીતના રહે છે. જેથી ફરીયાદી લલીતભાઈએ કહેલ કે મને જન્‍મથી પોલીય છે જેથી આ અજાણ્‍યા ઈસમે જણાવેલ કે આ મારા થેલામા દવા હોય જે ફરીયાદી લલીતભાઈને જામનગર બસ સ્‍ટેશનમાં પીવડાવી અને બાદ વધુ દવા લેવા માટે રીક્ષા મા ફરીયાદી લલીતભાઈ તથા અજાણ્‍યો ઈસમ બંન્‍ને તા.૯-૮-ર૦રપના જી.જી.હોસ્‍પિટલ જામનગર ખાતે આવેલ અને બાદ સોનાગ્રાફીના રૂમ પાસે ફરીયાદી લલીતભાઈને બેસાડી આ અજાણ્‍યા ઈસમે ફરીયાદી લલીતભાઈને પોતાનો થેલો આપી અને કહેલ કે થોડીવાર આરામ કરો બાદ ફરીયાદી લલીતભાઈ બેભાન થઈ જતા ફરીયાદી લલીતભાઈ ભાનમાં આવેલ ત્‍યારે તેની બન્‍ને હાથની બે સોનાની વીટી તથા એક વીવો કંપનીનો મોબાઈલ ફોન વી-૪૦ જેના  આઈ.એમ.ઈ.આઈ.નં. ૮૬૬૭ર૯૦૭૮ ૬૦૮૭પ૬ તથા તેના ખીસ્‍સામાં રહેલ રોકડા રૂપિયા ૬૬૦૦/- આ બધી વસ્‍તુ અજાણ્‍યા માણસ પોલીયોની તકલીફ દુર કરી દેવા વિશ્‍વાસમાં લઈ લલચાવી ફોસલાવી ફરીયાદી લલીતભાઈ ના રૂપિયા તથા વસ્‍તુ લઈ જઈ ફરીયાદી લલીતભાઈ સાથે વિશ્‍વાસઘાત કરી ગુનો કરેલ છે.

 ફોટાઓ અપલોડ કરી ફોન પર ગાળો આપતા ત્રણ સામે રાવ

જામનગર :સાયઈબર ક્રાઈમ પોલીસ સ્‍ટેશનમાં અલીશાબેન હનીફભાઈ ફતેહમામદભાઈ સફીયા, ઉ.વ.ર૭, રે. આદિત્‍ય પાર્ક, શેરી નં.૩, જીયો પેટ્રોલપંપ વાળો, ઢાળીયો, ગુલાબનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, આરોપી મોબાઈલ નં.૧૭૭૭૮૯૩૪૪૯ર પરથી વ્‍હોટસેઅપ મેસેજમાં ફરીયાદી અલીશાબેનને જેમ ફાવે તેમ ગંદી ગાળો બોલી ફરીયાદી અલીશાબેન ના કેરેકટર વિશે ખરાબ બોલી તેમજ ઈન્‍સ્‍ટાગ્રામ આઈ.ડી . ૭૮૬૯ર વાળા આઈડી ના ડી.પી.માં ફરીયાદી અલીશાબેનનો ફોટો રાખી તેમજ ઈન્‍સ્‍ટાગ્રામ આઈ.ડી. ૪૪ ઉપર ફરીયાદી અલીશાબેન સાથે અન્‍ય કોઈ પુરૂષ વ્‍યકિતના પાર્સનલ ફોટો અપલોડ કરી ફરીયાદી અલીશાબેનને બદનામ કરવાનું કૃત્‍ય કરી ગુનો કેરલ છે..

ખાનકોટડા ગામે જુગાર રમતા ત્રણ ઝડપાયા

જામનગર : કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ. અશ્વિનભાઈ મનસુખભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે,  તા.૧૧-૦૮-ર૦રપના ખાનકોટડા ગામમાં હકાભાઈ મૈયાભાઈ બાંભવાના મકાનની બાજુમાં ખુલ્લામાં આરોપી અનીલભાઈ બાબુભાઈ સોલંકી, કરશનભાઈ રત્‍નાભાઈ બાંભવા, ધર્મેશભાઈ ધીરૂભાઈ મકવાણા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.પ,૭ર૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

ખરેડી ગામે જુગાર રમતી ચાર મહિલા સહિત પાંચ ઝડપાયા

જામનગર : કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. જયપાલસિંહ સુરેન્‍દ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે,  તા.૧૧-૦૮-ર૦રપના ખરેડી ગામ દેવીપુજક વાસમાં અશોકભાઈ મોતીભાઈ મકવાણાના રહેણાક મકાન સામે આરોપીઓ પ્રવિણભાઈ મનુભાઈ મકવાણા, રેખાબેન રાજુભાઈ મકવાણા, મનીષાબેન હિતેષભાઈ મકવાણા, રંજનબેન ગોવિંદભાઈ મકવાણા , રીટાબેન વિપુલભાઈ મકવાણા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧૦,૩પ૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

મેઘપર ગામે દારૂ સાથે શખ્‍સ ઝડપાયો

જામનગર : મેઘપર(પડાણા) પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. કિશોરભાઈ રવજીભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૧-૮-ર૦રપના એસ.બી.શર્મા સ્‍કુલની પાછળ ભાગે જિઓના ટાવર પાસે મેઘપર ગામે આરોપી ગીરીરાજ ઉર્ફે ભા ભરતસિંહ પિંગળ એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૩, કિંમત રૂ.૩,૯૦૦/- ની રાખી નીકળતા ઝડપાઈ ગયેલ છે.

વામ્‍બે આવાસમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

જામનગર : અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. હોમદેવસિંહ પ્રવિણસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે,  તા.૧૧-૦૮-ર૦રપના મયુરનગર વામ્‍બે આવાસ રોડ, સિઘ્‍ધાર્થનગર શેરી નં.૪ ના ખુણે હનુમાનજીના મંદિર પાસે આરોપીઓ ઈદ્રીસ બસીરભાઈ ડોસાણી, જીતુભાઈ વસરામભાઈ ચંદ્રપાલ, મનસુખભાઈ અમરાભાઈ શીગરખીયા એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧૦,ર૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

ઈકો ગાડી ચાલકે મોટરસાયકલને હડફેટે લેતા મોત

જામનગર : સિકકા પોલીસ સ્‍ટેશનમાં અસલમભાઈ રમજાનઅલી અભવાણી, ઉ.વ.૩૯, રે. સરમત ગામ, વાડી વિસ્‍તાર, તા.જિ.જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૧-૮-ર૦રપના ફરીયાદી અસલમભાઈના પિતા રમજાનઅલી બાબુભાઈ અભવાણી, ઉ.વ.૬૮ વાળા તેમનું મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.૧૦ સી બી ૯ર૩૧ લઈને લાખાબાવળ ગામથી ખરખરાના કામેથી ઘરે આવતા હોય ત્‍યારે જામનગર-ખંભાળીયા હાઈવે રોડ, સરમત પાટીયા પાસે આરોપી ઈકો ગાડી જેના રજી.નં. જી.જે.૧૦-ડી આર ૩૮૯૬ નો ચાલક પુરઝડપે બેફીકરાઈથી ગફલતભરી રીતે ચલાવી ફરીયાદી અસલમભાઈના પિતા રમજાનઅલી ના મોટરસાયકલને ઠોકર મારી મોત નિપજાવી ગુનો કરેલ છે.

મારી નાખવાની ધમકી

જામનગર : અહી સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં વર્ષાબેન સંજયભાઈ કિશોરભાઈ ઢકાણ, ઉ.વ.પ૦, રે. પટેલ કોલોન શેરી નં.૯, યાદવ પાનની સામે, ચીરાગ એપાર્ટમેન્‍ટ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૬-૮-ર૦રપના ફરીયાદી વર્ષાબેન પોતાના ઘરે હોય ત્‍યારે આરોપી દિવ્‍યરાજસિંહ ઉર્ફે દિવલો ડોન મંગળસિંહ ચૌહાણ બલભદ્રસિંહ જાડેજા, એક અજાણ્‍યો ઈસમ ઓ ફરીયાદી વર્ષાબેન ના ઘરે જઈ આરોપી દિવ્‍યરાજસિંહ ઉર્ફે દિવલો એ કહેલ કે હું જામનગરનો દિવલો ડોન છુ અને આરોપી નિર્મળસિંહ મારા વકીલ છે તેને તારુ ઘર ખાલી કરવાનુ કીધુ છે તેમજ આરોપી દિવ્‍યરાજસિંહ ઉર્ફે દિવલો ડોન મંગળસિંહ ચૌહાણ બલભદ્રસિંહ જાડેજા, એક અજાણ્‍યો ઈસમે ફરીયાદી વર્ષાબેનને ભુંડી ગાળો આપેલ તથા આરોપી દિવ્‍યરાજસિંહ ઉર્ફે દિવલા એ ફરીયાદી વર્ષાબેનના મકાનમાં રહેલ ઘર વખરીનો સામાન અરીસો તેમજ ટેબલ પંખાને જમીન પર પછાડી પ૦૦૦/- જેવું નુકશાન કરેલ આરોપી નિર્મળસિંહ ના કહેવાથી આરોપી દિવ્‍યરાજસિંહ ઉર્ફે દિવલાએ ફરીયાદી વર્ષાબેનને જાનથી મારી નાખીશુ તેમ ગુનાહીત ધમકી આપી આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

સાધના કોલોનીમાં જુગાર રમતી બે મહિલા સહિત છ ઝડપાયા

જામનગર : અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. કિશોરભાઈ ભુટાભાઈ ગાગીયા એ ફરીયાદ નોંધાવી છે કે,  તા.૧૧-૦૮-ર૦રપના સાધના કોલોની એમ ૪૮ ની બાજુમાં આરોપીઓ વિજયભાઈ કેશવજીભાઈ સખીયા, જેઠાનંદ ખાનચંદ લાલવાણી, અશોકસિંહ ચંદુભા ચુડાસમા, રણધીરસિંગ ભરતસિંગ વત્‍સગોત્રી, નીતાબેન નવીનચંન્‍દ્ર જોષી, વનીતાબેન જીતુભા વજેસંગ એ ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૪,૦૧૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

મહિલાનુ મોત

જામનગર : અહીં નહેરૂનગર શેરીનં.૯-બી શંકર ટેકરીમાં રહેતા મનીષભાઈ રૂડાભાઈ ચાવડા, ઉ.વ.૩૯ એ સીટી ભસીભ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૩-૬-ર૦રપના મરણજનાર ભાનુબેન મનીષભાઈ ચાવડા, ઉ.વ.૩૭ વાળા પોતાના ઘરે ગભરામણ થતા તબીયત ખરાબ થતા જામનગરની જી.જી.હોસ્‍પિટલમાં સારવાર દરમ્‍યાન મરણ ગયેલ છે.

ચકકર આવતા આઘેડનું મોત

જામનગર : મોરબી જિલ્લાના ફડસર ગામે રહેતા હિરાભાઈ ભુરાભાઈ સવસેટા, ઉ.વ.૭૩ વાળા એ પંચ એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૩૧-પ-ર૦રપના મરણજનાર શામળાભાઈ જીવાભાઈ કુંભારવડીયા, ઉ.વ.પપ, રે. માવનું ગામ, તા.જોડીયા વાળા જાંબુડા ગામના પાટીયા પાસે આવેલ સીઘ્‍ધનાથ હોટલ પાસે ઉભેલ હોય તે દરમ્‍યાન તેમને અચાનક ચકકર આવતા બે ભાન થઈ જતા સારવાર અર્થે જામનગરની જી.જી.હોસ્‍પિટલમાં સારવાર દરમ્‍યાન મરણ થયેલ છે.

(1:14 PM IST)