<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

અમરેલીમાં સફાઇ, રસ્‍તા, ટ્રેનીંગ વિમાન મુદે વિરજીભાઇ ઠુંમરની રજુઆત બાદ પગલા લેવા આદેશ

સબ ડિવીઝનલ મેજીસ્‍ટ્રેટ દ્વારા પાલિકાના ચીફ ઓફિસર અને એરપોર્ટ મેનેજરને સુચના

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૧૨: અમરેલીના પૂર્વ સાંસદ અને લાઠી- બાબરાના પૂર્વ ધારાસભ્‍ય વિરજીભાઇ ઠુંમરે રસ્‍તા, સફાઇ તથા ટ્રેનીંગ વિમાન મુદે અમરેલી પ્રાંત અધિકારી સમક્ષ રજુઆત કરી હતી.

જે અંગે સબ ડીવીઝનલ મેજીસ્‍ટ્રેટ- અમરેલી દ્વારા ચીફ ઓફિસર- નગરપાલિકા અને અમરેલી એરપોર્ટ મેનેજરને યોગ્‍ય કરવા આદેશ આપ્‍યો છે.

ઉક્‍ત સંદર્ભિત પત્રથી અરજદાર વીરજીભાઇ કેશવભાઈ ઠુમ્‍મર (પુર્વ સાંસદ/ધારાસભ્‍ય-અમરેલી) દ્વારા અત્રેની કચેરી ખાતે અરજી કરી નગરપાલિકા સંસ્‍થા દ્વારા અમરેલી શહેર વિસ્‍તારનાં નાગરિકોને નિયમિત સફાઈ રોડ રસ્‍તા વિ. સગવડતા પુરી પાડવામાં સંપૂર્ણ નિષ્‍ફળ નિવડેલ હોવાનું જણાવેલ છે. તેમજ અમરેલી શહેરી વિસ્‍તારમાં એરસર્વિસ ઓથોરીટી અમરેલી દ્વારા પ્‍લેન ટ્રેઈનીંગ માટે ટ્રેનર દ્વારા કે પ્‍લેન માલિક દ્વારા અમરેલી શહેર વિસ્‍તારનાં રહેણાંકનાં લોકોમાં તમામ પ્રકારે શાંતિમાં ખલેલ પહોંચે તેવા ઘોઘાટ તથા વાતાવરણ ભયભીત બને તે રીતનું અસલામતી પુર્વકનું કળત્‍ય કરવામાં આવતુ હોવા અંગેની રજુઆત કરેલ છે.

સબબ, સામેલ રજુઆતમાં જણાવેલ વિગતે જરૂરી પગલાઓ લેવા જણાવવામાં આવે છે. તેમજ કરેલ કાર્યવાહીની જાણ અરજદારશ્રીને તથા અત્રેને કરવા સબ ડીવીઝનલ મેજીસ્‍ટ્રેટ અમરેલી દ્વારા આદેશ કરાયો છે

(1:30 PM IST)