News of Tuesday, 12th August 2025
ગુરૂ દિક્ષા આપીને દિશા આપે છેઃ પૂ.મુકતાનંદ બાપુ
રાજકોટમાં રાજગોર બ્રાહ્મણ યુથ કલબ અને હરીઓમ ફોજના સંયુકત ઉપક્રમે ‘રક્ષાબંધન મહોત્સવ'ની ઉજવણી : પૂ.મુકતાનંદબાપુના હસ્તે હરીઓમ ફોજની રચનાઃ ગુરૂ દિક્ષા અપાઇ સનાતન ધર્મ પૂ. મુકતાનંદબાપુ જેવા સંતો થકી ટકી રહયો છેઃ જે કરો તે બેસ્ટ કરોઃ મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ સંસ્થાને મજબુત કરવા નિષ્ણાંત માણસોને લઇને બંધારણ મજબુત કરવુ જોઇએ : ગીજુભાઇ ભરાડ કર્મ કરવાથી સિધ્ધી પ્રાપ્ત થાય પણ આપણું લક્ષ્ય પરમાત્માના દર્શન જોઇએ છેઃ જયપ્રકાશ માઢક રાજકોટમાં રાજગોર બ્રાહ્મણ સમાજની વાડી બનાવવા સમાજને સાથ સહકારની અપીલ કરતા બંકિમ મહેતા

મંચ પર પુ.મુકતાનંદબાપુ, સંજય રાવલ, બંકીમ મહેતા, અજય જોષી, જોષી બાપા, અકિલાના પત્રકાર વિનુભાઇ જોષી, ગીજુભાઇ ભરાડ, જયપ્રકાશ માઢક, સંજય રાવલ તેમજ બાપુનું સામૈયુ થઇ રહયું છે અને હરી ઓમ ફોજનું લોન્ચીંગ કરતા પુ.બાપુ તેમજ પુ.બાપુને ભાવવંદના કરતા ગુરૂદિક્ષાર્થીઓ તેમજ સન્માન કરતી યુથ કલબની ટીમ અને પ્રાસંગીક ઉદબોધન કરતા પુ.બાપુ, ગિજુભાઇ, જયપ્રકાશ માઢક, બંકીમ મહેતા, અજય જોષી, જયેશ દવે અને કાર્યક્રમનું સંચાલન કરતા ગિરધરભાઇ જોષીે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)
રાજકોટ, તા.,૧૧: રાજગોર બ્રાહ્મણ યુથ કલબ અને હરીૐ ફોજના સંયુકત ઉપક્રમે અટલબિહારી બાજપાઇ ઓડીટોરી યમ ખાતે ૧૧મો રક્ષાબંધન મહોત્સવ ઉજવવામાં આવેલ જેમાં અખિલ ભારત સાધુ સમાજના અધ્યક્ષ અને પંચ અગ્નિ અખાડાના સભાપતિ પુ.મુકતાનંદબાપુનું આ સમગ્ર ટીમ દ્વારા વાજતે ગાજતે સામૈયુ કરાયુ હતું. જેમાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના પ્રમુખ અને યુથ કલબના ચેરમેન બંકિમભાઇ મહેતા સંઘના ઉપપ્રમુખ રાજેશભાઇ મહેતા જસ્મીન માઢક પ્રમુખ અજયભાઇ જોષી તેમજ સોૈરાષ્ટ્ર ગુજરાત ભરમાંથી રાજગોર સમાજના આગેવાનો જોડાયા હતા.
બાદમાં પુ.મુકતાનંદબાપુ શિક્ષણવિદ ગીજુભાઇ ભરાડ મોટીવેશનલ સ્પીકર સંજયભાઇ રાવલ તેમજ પ્રસિધ્ધ જયોતિષ આચાર્ય જયપ્રકાશભાઇ માઢક સહિતના એ દિપ પ્રાગટય સાથે કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો અને ૫૦ જેટલા યુવાનોને પુ. મુકતાનંદ બાપુ દ્વારા ગુરૂદિક્ષા આપવામાં આવેલી હતી આ તકે ગીજુભાઇ ભરાડ એ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યુ હતું કે આપણે સોૈ આજના દિવસે ચોક્કસ મિશન માટે એકત્ર થયા છેીએ પુ.મુકતાનંદ બાપુનો વિચાર આવ્યો કે માણસોને સંગઠીત કરવા આ સંસ્થાજેનું નિર્માણ થઇ રહયું છે કોઇપણ વ્યકિત સમાજ રાષ્ટ્ર આયોજન બધ્ધહોય તો જ વિકાસ થાય છે એક વાત ચોક્કસ છે હુ દરેક જ્ઞાતિમાં જાવ છું મારા મંતવ્ય રજુ કરૂ છું આપણે સોૈ એક દિશામાં દોડીએ તો જ વિકાસ થાય છે. આપણા સમાજને ખુબ તેજસ્વી બને પરદેશ મોકલો સજ્જન બનાવો કોઇને તકલીફ આપતા માણસોથી દુર રાખો નવા બંધારણની રચના કરી એ આખુ માળખુ તૈયાર છે ૧૦૦ બોડીંગમાં તાલિમ કેન્દ્રો શરૂ કરવા જણાવેલ આપણે આ પાંચ સાત બાબતોનો સમાવેશ કરી બધી સંસ્થા મજબુત કરવા નિષ્ણાંત માણસો ને લઇ બંધારણ મજબુત કરવું જોઇએ.
આપણા સમાજમાં પવિત્રતા વધારે છે પવિત્રતાનો ઉપયોગ કરી યુવાનોને તૈયાર કરો બધી બાબતોનું સંયુકત ઉમેરો કરી
બંકિમભાઇ મહેતાએ શાબ્દીક પ્રવચન જયરાજેશ્વર આજરોજ યુથકલબ અને હરીઓમ ફોજ આયોજીત આ કાર્યક્રમમાં ઉપસ્થિત પુ.બાપુ સંજયભાઇ રાવલ ગીજુભાઇ જયપ્રકાશ માઢકનું સ્વાગત છે આજે જયારે ૧૧ વર્ષ થી અમારી આ કલબ રક્ષાબંધન ઉજવે છે. આજે પુ.બાપુના આશિર્વાદ મળે તે માટે ઉપસ્થિત રહયા છે. અને દરવર્ષે કંઇકને કંઇક કાર્યો થતા રહે છે આરબી વાયસીની ટીમ સમાજના સર્પોટમાં રહે છે. સંઘ પણ કાયમ સર્પોટમાં રહે છે. વિદ્યાર્થી ભવન છાત્રાલયમાં પણ સારી વ્યવસ્થા કરવામાં આવે છે. અને ત્યાં તાલિમ કોર્ષ પણ કરવામાં આવે છે. આપણે પેડ કોર્ષ કોમ્પુટરના કરશુ અને ટુક સમયમાં આ કોર્ષ કરશુ રાજકોટમાં રાજગોર સમાજની વાડી પુ.બાપુના આશિર્વાદથી થાય બધાને સાથ સહકાર આપવા અનુરોધ કર્યો હતો રાજગોર મહિલા મંડળ દ્વારા સ્તુતી રજુ કરેલ હતી બાદમાં રાજગોર યુથ કલબના ચેરમેન બંકિમભાઇ મહેતા પ્રમુખ અજયજોષી અને સમગ્ર ટીમ દ્વારા ગુલાબનો મોટો પુષ્પહાર પહેરાવી સન્માન કર્યુ હતું.
જય પ્રકાશ માઢક અને સંજય રાવલ ને પુ.બાપુ એ આશિર્વાદ આપેલ
પત્રકાર જયેશભાઇ દવે એ જણાવ્યૂં કે પેલા તો આરબી વાયસી ટીમનો આભાર માનીએ છીએ પુ.બાપુ અને સંતો સમાજની ચિંતા કરે છે. અને સમાજ એક તાંતણે સંગઠન બને અલગ-અલગ ગ્રૂપો સારાજ કાર્યો કરે છે. અને તે ઉપયોગી થાય રાજફાઇવ વોટસએપ ગ્રૂપ ખુબજ આર્થિક સહયોગી બનેલ દોઢ કરોડ થી વધુ રકમ અમે એકત્ર કરી મેડીકલમાં મદદરૂપ થયું છે.
પુ.બાપુએ કીધુ કે આપણે એક ફોજ ઉભી કરીએ અત્યારે ૩ હજાર યુવાનો આમા જોડાય ચૂકયા છે. આ ફોજમાં મફત અને કોઇ હોદા નહી હરિૐ ફોજના લાભ જણાવેલ વોટસએપના માધ્યમથી લોકોને મદદ મળશે ગામે ગામ એવી ફોજ ઉભી કરાય છે માત્ર કાયદાકિય અને આર્થિક મદદ આ ફોજ દ્વારા જરૂરીયાત જણાયે કરવામાં આવશે.
પુ. મુકતાનંદબાપુ દ્વારા આ હરી ઓમ ફોજનું લોન્ચીંગ કર્યુ હતું અને ભવ્ય આતશબાજી શંખનાદ તાળીઓના નાદથી આ અનાવરણને વધાવ્યુ હતુ અને પુષ્પ વૃષ્ટિ કરવામાં આવી હતી સુપ્રસિધ્ધ જયોતિષ આચાર્ય જયપ્રકાશ માઢક એ જણાવ્યું હતું કે આર્યની અંદર વર્ણ વ્યવસ્થા છે ઘણા આજે વર્ણ વ્યવસ્થામાં માને છે જોવા મળે છે વિદેશમાં પણ વર્ણ વ્યવસ્થા ઉભી કરવી પડે છે.
કૃત્રિમ રીતે વર્ણ વ્યવસ્થા કરવી પડતી હોય એનાથી આ આપણી ચાલી આવતી વર્ણ વ્યવસ્થા બરોબર છે તમે વણિક વાણીયાને ત્યાં જઇ પૂછો તલવાર છે તો એ ના પાડશે ક્ષત્રીયને ત્યા જાવ બાપુ તલવાર છે તો હા પાડશે.
વર્ણ વ્યવસ્થા છે તેને વિખવી અઘરી છે બેચાર શ્લોક આવડે એટલે બ્રાહ્મણ બની શકે ખરું વિશ્વામિત્ર ૬૦ હજાર વર્ષ તપ કર્યુ ત્યારે બ્રાહ્મણ બન્યા, બ્રાહ્મણ જ બ્રાહ્મણનું સર્જન કરી શકે.
કોઇ બ્રાહ્મણ પુજા પાઠ ન કરતો હોય જન્મે બ્રાહ્મણ હોય તે બ્રાહ્મણ જ કેવાય મોટે ભાગે ક્ષત્રીયો બ્રાહ્મણને માને છે. પૂજનીય ગણે છે. જે લોકોએ દિક્ષા લીધી તેણે પોતાનું કર્મ કરવાથી બુધ્ધિ શુધ્ધ થાય છે. વેદોકંત કર્મ કરવાનું તમારુ તપ જ્ઞાન એ તમારુ ધન છે. આપણે બ્રાહ્મણ તરીકે કર્મ કરશે. સકામ ભવે કર્મ કરશો સ્વર્ગ મળશે.
કર્મ કરવાથી સિધ્ધી પ્રાપ્ત થાય છે પણ આપણુ લક્ષ છે. પરમાત્મા છે. શુધ્ધ બુધ્ધિમાં પરમાત્માનુ દર્શન થાય છે. જગત મિથ્યા બ્રહ્મ સત્ય છે. મુખ્ય ધ્યેય ભગવાનની પ્રાપ્તી માટે સ્વાધ્યાયથી વેદો ઉપનિષદોથી બ્રાહ્મણ પવિત્ર થાય ગુરૂ વિના જ્ઞાન થાય નહીં દીવાથી દીવો પ્રગટે જેણે ભગવાનને જોયા હોય તે ભગવાન દેખાડી શકે કોઇ મુકત પુરૂષ આવી છોડાવે બાપુના નામનો અર્થ છે મુકત આનંદ સૌ આત્મા એ જ પરમાત્મા છે. બાપુ બતાવે એ રસ્તે ચાલજો બ્રાહ્મણોનું ધન ઉપાષના છે.
આત્માને ઓળખવો એ આપણુ કર્તવ્ય છે. બ્રહ્મ આત્મા પરમાત્મા એક છે. આપણે તેને શરીર માનીએ છીએ. આપણને ખબર પડે હું જીવ નહી આત્મા છું આમ ગુરૂ વિના જ્ઞાન થતુ નથી. ગુરૂ ઉપદેશ આપે તેમાં અનુભવ તમારામાં ઉતરે એની દ્રષ્ટિથી તમે ખીલી ઉઠશો માત્ર ગુરૂકૃપા થી જ નખના પ્રકાશથી અંધકાર દુર થાય છે.
આ પ્રસંગે સાક્ષી થવાનો મોકો આપ્યો મારા વખાણ હું સાંભળતો નથી. વખાણથી પુણ્યનો ક્ષય થઇ જાય છે.
મોટીવેશનલ સ્પીકર સંજયભાઇ રાવલે જણાવ્યું હતું કે મારા આધ્યાત્મિક ગુરૂ પૂ. મુકતાનંદબાપુ ના ચરણોમાં વંદન છે. ૭૦૦ વર્ષ મોગલોએ શાસન કર્યુ રાષ્ટ્ર પર ૩૦૦ વર્ષ અંગ્રેજો ૧ હજાર વર્ષ પછી સનાતન ધર્મ ટકયો હોય તો આવા સંતોને લઇને બંકિમભાઇ મારા મિત્ર છે તેના માટે તાળી થવી જોઇએ. તમે આજે સેલીબ્રીટીમાં પ૦ માંથી ૪૦ બ્રાહ્મણો હશે. તમે કર્મ કરો તેવો ઓળખાશે. ભરાડ સાહેબના વિડીયો બાળકોને બતાવજો ૮પ વર્ષે એ કામ કરે છે. હું શિક્ષણમાં એને હિસાબે વળ્યો તન, મન, ધનથી રાજગોર સમાજ માટે હાજર રહીશ ખુબ ગરીબ પરિસ્થિતિમાંથી આગળ વધ્યો છું. બ્રાહ્મણ સરસ્વતીથી અમીર હોય મારી બાએ મને કીધુ આપણે ગરીબ કેમ છીએ મારી બા ડોગેરજી મહારાજના સંતોને પાસે બેસાડે આજે ૬પ૦ એકરમાં યુનિવર્સિટી હુ બનાવી રહ્યો છું. એક વાત કહુ તમે મુસીબતમાં છો કોઇને કહેતા નથી મહાદેવ બધાના કામ કરે છે. પૈસા માટે કેમ આવે તે જાણવું હું સાયકલ લઇ ફરતો મારી માએ મને સમજાવ્યું આપણે જન્મે બ્રાહ્મણ થઇ ગયા. મારો મહાદેવ મરદની મૈયતમાં જાય હિઝડાની જાનમાં ન જાય પેલી વાત પૈસા કમાવવા બધા કહે પોઝીટીવ વિચારો.
તમારે સુખી થવું છે. બ્રાહ્મણ અઢારેય વર્ણને સાચવતો પાન-મસાલા - ગુટકાએ પથારી ફેરવી નાખી તમારો ચહેરો હસતો રાખે જે કરો તે બેસ્ટ કરો સવારે ઉઠી ઇશ્વરનો આભાર માનો ખીસ્સામાં માળા રાખો મસ્ત તૈયાર થઇ પ૯ વર્ષની ઉમરે ૬૦ દંડ કરું છું. જે કરવુ તે બેસ્ટ કરવુ. અગિયારનો ટાઇમ આપ્યો હોય. પોણા અગિયારે પહોંચી જાવ ર૬૦૦ પ્રોગ્રામ કર્યા પરંતુ ટાઇમે પહોંચી જાવ જે થાય તે સારા માટે પ્રેમ શું છે એ ખબર નથી આ ગ્રુપમાં જોડાયા તેના નિયમ મુજબ વર્તવુ. આપણા જીવન ઉજવળ બને મોક્ષ એટલે શું તે વિશે જણાવેલ આજે તમે પણ મોક્ષ મેળવવો હોય તો રાજગોર સમાજની બેન દિકરીને ત્યાં સિધો સામાન મોકલી દેજો મોક્ષ મળી જશે.
આજે રક્ષાબંધન આવી સારી રીતે ઉજવ્યો છે. પ્રદિપ બોરીસાગર અને બંકિમ મહેતાની સતત લાગણીથી અહીં ખેંચાઇ આવ્યો છું. બ્રાહ્મણો તમે સમાજ ને શું આપ્યુ તે મહત્વનુ છે. મહાદેવ રસ્તો બતાવશે. ચલતે જાવ કારવા બનતા જાયેગે હર હર મહાદેવના નાદ સાથે વકતવ્ય પુર્ણ કર્યુ હતું.
પૂ. મુકતાનંદબાપુ એ આશિવર્ચન આપતા શ્રી રામ જય રામ જય રામની ધુન બોલાવી હતી અને જણાવેલ કે મનુષ્ય જીવન દૈવોને દુર્લભ છે. આપણા રિવાજો પાછળ સામાજીક વિજ્ઞાનીક કારણો છે. આ રક્ષાબંધનને મળવાનું થયુ અને જેણે દિક્ષા લીધી એ ગુરૂપંરપંરા એટલે ગુરૂ દિશા આપે છે. સ્વ. સ્વરૂપનુ ગુરૂભાન કરાવે છે એક ચૈતન્ય છે એક પ્રકૃતિ છે.
સનાતની હિન્દુ સગુણ અને નિગુર્ણની ઉપાસના કરે છે. સનાતન સંસ્કૃતિ પ્રારંભ છે સનાતનનો અર્થ આદી અનાદીથી છે શિખ સંતશ્રી અકાલ કહે છે ગુરૂ પરંપરાનો મહિમા અપરંપાર છે. ભૌતિક એટલે આકારમાં છે કોઇપણ હોય તેનું વિસર્જન થાય છે. જે પ્રકૃતિ છે શરીરમાં બ્રહ્મ તત્વ આત્મા છે વૈદિક પરંપરામાં બ્રહ્મ તત્વ સાથે સુરક્ષા સાધવી અનેકમાં એકનું દર્શન કરવા જણાવ્યુ હતું.
આ કાર્યક્રમમાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના પૂર્વ પ્રમુખ જયંતિભાઇ તેરૈયા પુર્વ મહામંત્રી ધીરૂભાઇ મહેતા, પરશુરામભાઇ બોરીસાગર, વિનુભાઇ ચાવ, ભુપતભાઇ મહેતા, જેતપુરથી જોષીબાપા, રતિભાઇ મહેતા વગરે ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમનું સંચાલન ગિરધરભાઇ જોષીએ કર્યુ હતું. આભારવિધી અજયભાઇ જોષીએ કરેલ હતી
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
