News of Tuesday, 12th August 2025
વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની તબિયત અસ્વસ્થ : રાજકોટની સિનર્જીમાં એડમિટ

રાજકોટ તા.૧૨ : મોરબી જિલ્લાના વાંકાનેર ના ભાજપના ધારાસભ્ય અને રઘુવંશી સમાજના અગ્રણી જીતુભાઈ સોમાણીની તબિયત આજે બપોરે અચાનક અસ્વસ્થ થતા
તેઓને સારવાર માટે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.
જીતુભાઈ સોમાણીને આજે બપોરે અચાનક પરસેવો વળવા લાગતા અને બેચેની જેવું જણાતા પ્રાથમિક સારવાર વાંકાનેર લઈને રાજકોટની સિનર્જી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તેઓની સાથે ડો. હિરેનભાઈ પારેખ સહિતના છે.
રાજકોટમાં જીતુભાઈ સોમાણીની સારવાર સિનર્જી હોસ્પિટલના ડો. જયેશ ડોબરીયાની આગેવાનીમાં ટીમ દ્વારા શરૂ કરવામાં આવી છે. ગઈકાલે પણ જીતુભાઈ સોમાણીની તબિયત બગડી હતી અને બેચેની તથા નબળાઈ જેવું લાગતું હતું. તેમની તબિયત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
