<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

મોરબી : ચાચાપર ગામે વાડીમાં વાવેલ કપાસમાં છુપાવી રાખેલ દારૂના જથ્થા સાથે એક ઝડપાયો.

વાડીમાં કપાસ વાવેતર વચ્ચે છુપાવી રાખેલ ૬૮,૪૦૦ ની કિમતનો ઈંગ્લીશ દારૂની ૬૦ બોટલનો જથ્થો પોલીસે ઝડપી લીધો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી તાલુકાના ચાચાપર ગામે કપાસનું વાવેતર કરેલી વાડીમાં છુપાવી રાખેલ ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી લઈને પોલીસે એક આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

        મોરબીના ચાચાપર ગામની સીમમાં આરોપી મહાવીરસિંહ બાલુભા પરમારે વેચાણ કરવાના ઈરાદે ઈંગ્લીશ દારૂનો જથ્થો વાડીમાં કપાસના વાવેતર સાથે છુપાવી રાખ્યાની બાતમી મળતા મોરબી તાલુકા પોલીસ ટીમે રેડ કરી હતી વાડીમાં કપાસ વાવેતર વચ્ચે છુપાવી રાખેલ ૬૮,૪૦૦ ની કિમતનો ઈંગ્લીશ દારૂની ૬૦ બોટલનો જથ્થો પોલીસે ઝડપી લીધો હતો અને આરોપી મહાવીરસિંહ બાલુભા પરમારને ઝડપી લઈને પ્રોહીબીશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે.


 

(11:36 PM IST)