<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

મોરબીના વિસીપરામાં જાહેરમાં જુગાર રમતા આઠ ઝડપાયા.

પોલીસે જાહેરમાં જુગાર રમતા આઠ જુગારીને ઝડપી લઈને રોકડ રૂ ૩૫,૨૫૦ જપ્ત કર્યા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના વિસીપરા વિસ્તારમાં રેડ કરી બી ડીવીઝન પોલીસે જાહેરમાં જુગાર રમતા આઠ જુગારીને ઝડપી લઈને રોકડ રૂ ૩૫,૨૫૦ જપ્ત કરી છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિસીપરા બિલાલી મસ્જીદ પાસે જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા મુકેશ માવજીભાઈ જોગડીયા, ઉમરફારૂક હારૂન માણેક, અકબર કાસમ કટિયા, નિજામ સલીમ મોવર, રફીક હાસમ કાશમાણી, અસ્લમ કરીમ માણેક, આસિફ હાજી જીન્ગીયા અને શાહરૂખ ફિરોજ પઠાણ એમ આઠને ઝડપી લઈને રોકડ રૂ ૩૫,૨૫૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

 

(12:56 AM IST)