હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૧૩: મચ્છુ નદીમાં ડૂબી જતા અજાણ્યા યુવાનનું મોત થયું હતું.
મળતી વિગતો મુજબ અજાણ્યો પુરૂષ ઉંમર આશરે ૩૦ થી ૩૫ વર્ષ વાળો વાંકાનેર નવાપરા મચ્છુનદીમાં કોઇ કારણસર પાણીમાં પડી જતા પાણીમાં ડુબી જતા મરણ થયેલ હોય અને આ કામે મરણજનાર શરીરે માથાના ભાગે કાળા વાળ તથા ગળાના ભાગે કાળા કલરનો દોરો પહેરેલ અને આછો ક્રીમ કલરનો ઘુટણ સુધીનો ચડ્ડો પહેરેલ જેના તેના વાલીવારસ આજદિન સુધી મળી આવેલ ન હોય જો કોઇ ઓળખતુ હોય તો તેની લાશ હાલ મોરબી સરકારી દવાખાને કોલ્ડસ્ટોરેઝમાં રાખવામાં આવેલ છે.
વાલી-વારસોએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના નંબર મો.૬૩૫૯૬ ૨૬૦૭૧ અથવા તપાસનીસ એ.એસ.આઇ. નારણભાઇ લાવડીયા મો.નં.૯૮૭૯૦ ૭૬૨૦૮ નો સંપર્ક સાધવા જણાવાયું છે
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM