તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 13th August 2025
પોરબંદરઃ બોલેરો અને ઇકો કારમાંથી અલગ-અલગ કુલ ૫૭૦ લિટર દેશી દારૂ ઝડપાયો
દારૂની હેરફેર કરનારા ર શખ્સો સામે ગુન્હોઃ અન્ય ર નાસી ગયા

પોરબંદર તા.૧૩: રાણાવાવ સીમવાળા રસ્તા ઉપરથી અલગ-અલગ બોલેરો અને ઇકો કારમાંથી અનુક્રમે ૧૭૦ લીટર દેશી દારૂ તથા ૪૦૦ લીટર દેશી દારૂ સાથે ર શખ્સોને પોલીસે પકડી લીધા હતા. અન્ય ર શખ્સો રામ ઉર્ફે રામલી અને રાજુ કોડીયાતર નાસી ગયા હતા.
રાણાવાવ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ. સંજય વાલાભાઇ તથા સરમણ દેવાયતભાઇ તથા જયમલ સામતભાઇને બાતમીના આધારે કાઢીયાનેશ પાસેથી લાખા લાલાભાઇ મોરી (ઉ.વ.૨૮) રહે.ઉપલા ગંડીયાવાળાનેશ કબ્જા હવાલાવાળી મહીન્દ્રા બોલેરો કાર વાળીમાંથી દેશી દારૂ લીટર ૧૭૦ કિ.રૂા.૩૪,૦૦૦/- નો મુદામાલ તેમજ બીલેશ્વર ગામથી ગંડીયાવાળાનેશ તરફ જતા રસ્તે ડેમ પાસેથી મેરૂ ઉર્ફે મેરા બાવાભાઇ મોરી (ઉ.વ.૩૧) રહે.ઉપલા ગંડીયાવાળાનેશ કબ્જા હવાલા વાળી ઇકો કાર વાળીમાંથી દેશી દારૂ લીટર ૪૦૦ કિ.રૂ.૮૦,૦૦૦/- નો મુદામાલ સાથેના પ્રોહીબીશનના અલગ-અલગ બે કેસ શોધી કાઢી કુલ ૦૪ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ પો.સ્ટે.માં પ્રોહિબીશનના બે ગુન્હાઓ રજી. કરાવેલ છે.
આ દેશી દારૂની હેરફેરમાં રામ ઉર્ફે રામલી અને રાજુ કોડીયાતર નાસી ગયા છે.
દેશી દારૂ પકડવાની કામગીરી રાણાવાવ પો.સ્ટે.ના પો.ઇન્સ. એન.એન. તળાવીયા, પો.સબ.ઇન્સ. આર.વી. મોરી, પો.હેડકોન્સ. બી.જે. દાસા, બી.વી. વાળા, પો.કોન્સ. સરમણ દેવાયતભાઇ, સંજય વાલાભાઇ, જયમલ સામતભાઇ, ભરત કાનાભાઇ, અતુલ કરશનભાઇ દ્વારા કરવામાં આવેલ હતી.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
