<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

જુનાગઢના રૂદ્રેશ્વરજાગીર ભારતી આશ્રમે સ્‍વાતંત્ર દિન ઉજવાશે

 

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૧૩: ભવનાથ તળેટી સ્‍થિત શ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ખાતે શ્રી પંચદશનામ જુના અખાડાના રાષ્‍ટ્રીય ઉપાધ્‍યક્ષ અને ગિરનાર મંડળના અધ્‍યક્ષ પુ.ઇન્‍દ્રભારતીબાપુ દ્વારા ૧૫મી ઓગષ્‍ટ શુક્રવારના રોજ સવારે ૧૦-૧૫ કલાકે ૭૯માં સ્‍વાતંત્ર્ય દિન નિમીતે ધ્‍વજવંદનનો કાર્યક્રમ રાખેલ છે. જેમાં પુ.બાપુ અને ગિરનારના સંતો-મહંતો ત્રિરંગો લ્‍હેરાવી ધ્‍વજવંદન કરશે. આ કાર્યક્રમમાં સર્વપક્ષીય આગેવાનો જોડાશે. ધ્‍વજવંદનના આ કાર્યક્રમમાં સર્વે ધર્મપ્રેમી, રાષ્‍ટ્રપ્રેમીઓને જોડાવા પુ.ઇન્‍દ્રભારતીબાપુએ જાહેર નિમંત્રણ પાઠવ્‍યું છે

(1:14 PM IST)