News of Wednesday, 13th August 2025
પોરબંદર સાંદીપનિ વિદ્યાનિકેતનમાંપૂ.રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં શ્રાવણી પર્વની ઉજવણી
વેદોકત-શાષાોકત વિધીવિધાન સાથે નૂતન યજ્ઞોપવિત ધારણ કરી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૩: પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પ્રતિવર્ષાનુસાર પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં તેમજ પોરબંદર શહેરથી આવેલા બ્રાહ્મણો, સાંદીપનિના ગુરુજનો અને ઋષિકુમારોની ઉપસ્થિતિમાં શ્રાવણ માસ પૂર્ણિમા નિમિત્તે શ્રાવણી ઉપાકર્મ નૂતન યજ્ઞોપવિતધારણવિધિ સંપન્ન કરવામાં આવી. સાંદીપનિ વિદ્યાનિકેતન સંકુલના બાબડેશ્વર સંસ્કળત મહાવિદ્યાલયમાં સવારે ૮:૩૦ વાગ્યેથી પૂજ્ય ભાઇશ્રીની પાવન ઉપસ્થિતિમાં વૈદિક રિચ્યુલ ટીમ દ્વારા વેદોક્ત શાષાોકત વિધિવિધાન સાથે હેમાદ્રિ સંકલ્પ પૂર્વક દશવિધિતાાનની વિધિ સંપન્ન કરવામાં આવી.
દશવિધિતાાન બાદ સંસ્કળત પાઠ શાળાના નૂતન છાત્રાવાસમાં મધ્યાホ સંધ્યાપૂર્વક દેવ-ઋષિ-મનુષ્ય તર્પણવિધિ, સ્થાપિત દેવતાઓનું પૂજન સાથે નૂતન યજ્ઞોપવિતનું પૂજન કરીને ગાયત્રીમંત્રના જપ કરીને નૂતન યજ્ઞોપવિત ધારણવિધિ કરવામાં આવી તેમજ ગાયત્રીમંત્રનો હોમ કરીને આરતી સાથે વિધિની પૂર્ણાહુતિ કરવામાં આવી.
૨૧થી વધુ ઋષિકુમારોના યજ્ઞોપવિત સંસ્કાર સંપન્ન થયા. આજરોજ વિશેષ રૂપે સાંદીપનિ સંસ્કળત પાઠશાળામાં વર્તમાન વર્ષમાં સંસ્કળત અભ્યાસ માટે આવેલા નૂતન છાત્રોમાંથી ૨૧ જેટલા ઋષિકુમારોના શાષાોકત વિધિથી યજ્ઞોપવિતવિધિ સંસ્કાર કરવામાં આવ્યા. આ ઋષિકુમારોને પૂજ્ય ભાઇશ્રી દ્વારા મંત્રદીક્ષા આપવામાં આવી અને ઉપદેશ આપવામાં આવ્યો.
શ્રાવણી ઉપાકર્મના સમાપનમાં પૂજ્ય ભાઇશ્રી દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા. આ અવસરે નૂતન યજ્ઞોપવિત ધારણવિધિના સમાપનમાં પરમાર્થ નિકેતન, ઋષિકેશથી પૂજ્ય અસંગાનંદજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે પોરબંદર શહેરથી સમસ્ત બ્રહ્મસમાજના ભૂદેવો પણ શ્રાવણી ઉપાકર્મની વિધિમાં જોડાયા હતા અને સૌ ભૂદેવોની ભોજનપ્રસાદની સંસ્થા દ્વારા કરવામાં આવી હતી. (તસ્વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
