તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 13th August 2025
મહેન્દ્રનગર ગામ સમસ્ત દ્વારા જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન.
સવારે 8 કલાકે હનુમાનજી મંદિરથી ભક્તિભર્યા ગીતો સાથે ભવ્ય રથયાત્રાનો પ્રારંભ:મુખ્ય માર્ગો પરથી પસાર થશે:બપોરે 12 કલાકે રામજી મંદિર ખાતે હર્ષોલ્લાસપૂર્વક મટકીફોડ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના મહેન્દ્રનગર ગામ સમસ્ત દ્વારા તા. 16-8-2025 ને શનિવારના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવનું ભવ્ય આયોજન ક૨વામાં આવ્યું છે. જેમાં સવારે 8 કલાકે હનુમાનજી મંદિરથી ભક્તિભર્યા ગીતો સાથે ભવ્ય રથયાત્રાનો પ્રારંભ થશે. જે ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થશે. ત્યારબાદ બપોરે 12 કલાકે રામજી મંદિર ખાતે હર્ષોલ્લાસપૂર્વક મટકીફોડનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ આ ભક્તિ, આનંદ અને એકતાના ઉત્સવમાં તમામ ગામજનો તથા શ્રદ્ધાળુઓને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
(10:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
