<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

નાગપંચમીએ મોરબીના સરમારિયાદાદાના મંદિરે ભક્તો ઉમટ્યા.

બોરીચાવાસમાં આવેલા પૌરાણિક સરમારિયાદાદાના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પહોંચ્યા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : આજે શ્રાવણ સુદ પાંચમ છે ત્યારે મોરબીના જેલ રોડ પર બોરીચાવાસમાં આવેલા પૌરાણિક સરમારિયાદાદાના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા.

    એક લોકવાયકા પ્રમાણે રાજા પણ આ મંદિરે દર્શન કરવા અને માનતા માટે આવતા હતા. આ મંદિરે ઘણી વખત નાગદેવતા પણ દર્શન દેતા હોય છે. ત્યારે આજે નાગપંચમીના દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે. લોકોએ તલવટની પ્રસાદી નાગદેવતાને ધરી હતી. આ ઉપરાંત ઘણા ભક્તોએ ચાંદીના નાગદેવતા મૂકીને પણ પોતાની માનતા પૂરી કરી હતી. ઘણા ભક્તોએ દૂધનો અભિષેક પણ કર્યો હતો. આમ નાગદેવતાનું પૂજન અર્ચન કરીને આજે નાગપંચમીની ઉજવણી કરવામાં આવી હતી.


 

(12:54 AM IST)