<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

મોરબીમા ફ્લેટમાં ધમધમતા જુગારધામ સહિત ત્રણ સ્થળે દરોડા, 19 આરોપી ઝડપાયા.

વીસીપરા અને લીલાપર રોડ ઉપર જાહેરમાં જુગાર ઉપર દરોડા : રવાપર રોડ ઉપર ફ્લેટમાં ધમધમતા જુગારધામ ઉપર દરોડો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી શહેરમા શ્રાવણીયા જુગાર ઉપર પોલીસે સતત કાર્યવાહી ચાલુ રાખી અલગ અલગ ત્રણ દરોડામાં વીસીપરા અને લીલાપર રોડ ઉપર જાહેરમાં જુગાર ઉપર દરોડા પાડી રવાપર રોડ ઉપર ફ્લેટમાં ધમધમતા જુગારધામ ઉપર દરોડો પાડી કુલ 19 આરોપીઓને જુગાર રમતા ઝડપી લીધા હતા.

પ્રથમ દરોડામાં સીટી બી ડીવીઝન પોલીસે વીસીપરા વિસ્તારમાં બિલાલી મસ્જિદ નજીક દરોડો પાડી આરોપી મુકેશભાઈ માવજીભાઈ જોગડીયા,ઉમરફારૂકભાઈ હારૂનભાઈ માણેક અકબરભાઈ કાસમભાઈ કટીયા, નિજામભાઈ સલીમભાઈ મોવર, રફીકભાઈ હાસમભાઈ કાશમાણી, અસ્લમભાઈ કરીમભાઈ માણેક, આસીફભાઇ હાજીભાઈ જીંગીયા અને શાહરૂખભાઈ ફીરોજભાઈ પઠાણ સહિત આઠ લોકોને તીનપતિ રમતા ઝડપી લઈ 35,250 રોકડા કબ્જે કર્યા હતા.

બીજા દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે રવાપર ઘુનડા રોડ ઉપર ભૂમિ ભક્તિ સોસાયટીમાં ફ્લેટમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીને આધારે દરોડો પાડી આરોપી વિપુલ ધનજીભાઈ ફુલતરિયા, નવનીત કેશવજીભાઈ દેથરિયા, પ્રવીણભાઈ ત્રિભોવનભાઈ જીવાણી અને અલ્પેશ ગીરીશભાઈ કડીવારને રોકડા રૂપિયા 4.71 લાખ રોકડા સાથે ઝડપી લઈ જુગારધારા કલમ 4 - 5 મુજબ કાર્યવાહી કરી હતી.

આ ઉપરાંત ત્રીજા દરોડામાં એ ડિવિઝન પોલીસે લીલાપર રોડ ઉપર નૂતન કારખાનાની ઓરડી સામે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી સંજયભાઈ વીનોદભાઈ ચાવડા, નરેન્દ્રભાઈ કીશોરભાઈ સોલંકી, દીપકભાઈ પાલાભાઈ ચાવડા, દીલીપભાઈ ભુપતભાઈ મકવાણા, વીશાલભાઈ ભુપતભાઈ મકવાણા, કરણભાઈ ભીમજીભાઈ સોલંકી અને જગદીશભાઈ કલાભાઈ ખરાને રોકડા રૂપિયા 3140 સાથે જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.


 

(1:13 AM IST)