News of Thursday, 14th August 2025
મોરબી આર્ટસ કોલેજ એનએસએસ વિભાગ દ્વારા દેશભક્તિ ગીત સ્પર્ધા અને રેલી સહિતના કાર્યક્રમો.
રેલી દરમિયાન એનએસએસ સ્વયંસેવક વિદ્યાર્થી ભાઈ બહેનોએ દેશ પ્રેમની ભાવના જાગ્રત કરતા સૂત્રોચાર કર્યા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીની શ્રી યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ ખાતે તારીખ ૧૩/૦૮/૨૦૨૫ના રોજ એનએસએસ વિભાગ અંતર્ગત દેશભક્તિ ગીત સ્પર્ધાનું તેમજ રેલીનું આયોજન આચાર્ય ડો. રામભાઈ વારોતરીયાના અધ્યક્ષસ્થાન હેઠળ કરવામાં આવ્યું હતું.
કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનોએ દેશભક્તિના, દેશપ્રેમની ભાવના ઉજાગર કરતા સુંદર ગીતો રજૂ કર્યા હતા. અધ્યક્ષ સ્થાનેથી વિદ્યાર્થીઓના પ્રયાસને બિરદાવ્યો હતો અને એનએસએસના પ્રોગ્રામ ઓફિસર તરીકે વિતાવેલા સંસ્મરણો વાગોળ્યા હતા. ભાગ લેનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. એનએસએસના પ્રોગ્રામ ઓફિસર ડૉ .અતુલ ધ્રુવે સૌ વિદ્યાર્થી ભાઈ બહેનોને કાર્યક્રમમાં ભાગ લેવા માટે પ્રેરિત કર્યા હતા.
નિર્ણાયક તરીકે પ્રા. જે. એમ. કાથડ તેમજ પ્રા. ડો. કવિતાબા ઝાલાએ ફરજ બજાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીની સોલંકી ભૂમિકા તેમજ સવાડીયા પૂનમે કર્યું હતું. સર્વે અધ્યાપકગણે કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. શ્રી યુ. એન. મહેતા આર્ટસ કોલેજના પટાંગણમાંથી ભડીયાદ ગામ સુધી રેલીનું આયોજન કરેલ હતું. રેલી દરમિયાન એનએસએસ સ્વયંસેવક વિદ્યાર્થી ભાઈ બહેનોએ દેશ પ્રેમની ભાવના જાગ્રત કરતા સૂત્રોચાર કર્યા હતા.
(1:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
