News of Thursday, 14th August 2025
મોરબીના મુખ્યમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણી માટે રકમ જમા કરાવવા યાદી.
૩૧ ઓગસ્ટ સુધી બાકી રહેતી પુરેપુરી રકમ જમા કરાવવા યાદી અપાઈ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ગત તા. ૨૧-૦૮-૨૦૨૩ થી ૧૦૦ ચોરસ વાર મફત પ્લોટની માંગણી હોય જેને આજદિન સુધીમાં પૂરી કરવામાં આવી નથી મહેસુલ વિભાગના ઠરાવ મુજબ બેઠા થાળે રાહત દરે સરકારી ખાલી પડેલ ખરાબો સર્વે નં ૧૩૩ માં માંગેલ તેને પણ મોરબી મામલતદાર અને પ્રાંત નકારાત્મક અભિપ્રાય આપી અરજીઓ બરદફતરે કરાવી આવા અધિકારીઓને કાયદાની જોગવાઈ મુજબ કામ કરવાના ટ્યુશન આપો અથવા તો શિક્ષણ અપાવવા માંગ કરી છે.
પ્રગતિ સહકાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે મૂળ માંકનારના અનુસુચિત જાતિના મજુર વર્ગના લોકો છૂટક મજુરી કરી જીવન ચલાવનાર પરિવારો છે રહેવા માટે પોતાના ઘર મકાન ના હોય જેથી સરકારની ગરીબ લક્ષી યોજનામાં સમાવેશ કરી ૧૦૦ ચો.વાર મફત પ્લોટ આપવા બાબતે અરજી કરી હતી ગાંધીનગરના તમામ વિભાગ મુખ્યમંત્રી અને મોરબીના તમામ ડીપાર્ટમેન્ટને પણ લેખિતમાં ૧૩૦ વાર લેખિત અરજીઓ આપી હતી તાલુકા પંચાયત મોરબી તરફથી લેખિતમાં જવાબ આપ્યો કે તમારા નામ બીપીએલ કે એસ.ઈ.સી.સી. માં ના હોવાથી તમોને ૧૦૦ ચો. વાર પ્લોટ આપી સકાય નહિ જેથી અમોએ અમારા નામ ગરીબી રેખામાં સમાવેશ કરવા તા. ૦૫-૧૦-૨૩ ના જીલ્લા વિકાસ અધિકારી, મોરબી જીલ્લા કલેકટર, મોરબી તાલુકા પંચાયત અને મોરબી ગ્રામ પંચાયત મકનસર લેખિતમાં અરજી આપેલ કે અમારા નામ સર્વે કરી ગરીબ લક્ષી યોજનામાં સમાવેશ કરાવો.
તેમાં પણ મોરબી વહીવટી તંત્ર તરફથી નજરઅંદાજ કરવામાં આવ્યા કોઈપણ માંગણીને અધિકારી દ્વારા ધ્યાન પર લેવામાં આવતી નથી મહેસુલ વિભાગના ઠરાવ મુજબ નિયત નમુના સાથે ફોર્મ ભરેલ હોય જેની પ્રોસેસ ફી ભરી હતી બાદમાં મામલતદાર મોરબી દ્વારા વણ વિચારીને અણધડ રીતે પોતાની મરજી મુજબ નકારાત્મક અભિપ્રાય આપેલ અને તેને માન્ય રાખતા પ્રાંત અધિકારી મોરબી તે અભિપ્રાય આપ્યો હતો જે જમીન મકનસર ગામના ખાલી ખરાબા સર્વે નંબર ૧૩૩ માં અમોએ માંગણી કરી છે તે જમીન ન દેવા માટે મામલતદાર મોરબી દ્વારા ખોટો અભિપ્રાય આપેલ હોય જે જમીનમાં ૩૦૦૦ ચો. મીટર ગામતળ નીમ કરવા પ્રાંત અધિકારી મોરબી નીમ કરેલ.
હાલમાં ૦૪-૦૮-૨૫ ના જે તે ૧૫ અરજદારોને ૧૦૦ વાર પ્લોટ મફત આપ્યા છે તે મુજબ અમોને પણ ૧૦૦ વાર પ્લોટ આપવા માંગ કરી છે અન્યથા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે મોરબીમાં ન્યાય ના મળે તો મુખ્યમંત્રી, રાજ્યપાલ અને ગુજરાત હાઈકોર્ટ સુધી જવાની તૈયારી દર્શાવી છે
(1:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
