News of Thursday, 14th August 2025
હાઈડ્રોકાર્બન કેમિકલના ઓઠા તળે મોટા પાયે ડીઝલની દાણચોરી: ૨૦૦ જેટલા કન્ટેનર મંગાવનાર કંડલા સેઝના ઉદ્યોગપતિની ધરપકડ
દિલ્હી ડીઆરઆઈની તપાસ, દેશને કરોડોનો ચૂનો લગાડનાર દાણચોરો સાથે કસ્ટમ હાઉસ એજન્ટો પણ ભળેલા??, કરોડો રૂ.ની હેરાફેરીમાં એજન્સીઓની સયુંક્ત તપાસ થાય તો મોટા કડાકા ભડાકા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૪ : કેન્દ્ર સરકારની આયાત નિકાસની ઉદાર નીતિનો (ગેર)લાભ લઈ વ્હાઇટ કોલર દાણચોરી કરનાર દેશના ગદ્દારો સામે કડક કામગીરી કરવાની જરૂરત છે. આવા તત્વો સાથે સંકળાયેલ સાંકળ તોડી સૌના બેંક ખાતાઓ અને મિલકતોની એજન્સીઓ દ્વારા સયુંક્તતપાસ કરી ધાક બેસાડતી કામગીરી કરવી જોઈએ. દિલ્હી ડીઆરઆઈએ હાઈડ્રો કાર્બન કેમિકલના ઓઠા તળે હાઈ સ્પીડ ડીઝલ આયાત કરવાના ગુનામાં કંડલા સ્પેશ્યલ ઇકોનોમી ઝોનના ઉદ્યોગપતિ એમ.ડી. શ્રીનિવાસનની ધરપકડ કરી છે. કંડલા સેઝની જીકેએન કંપની દ્વારા આયાત કરાયેલ જથ્થો શંકાસ્પદ લાગતા તે અટકાવી તેની તપાસ કરી આ જથ્થો કેમિકલને બદલે હાઇ સ્પીડ ડીઝલનો હોવાનો રિપોર્ટ આવતા દિલ્હી ડીઆરઆઈએ કાયદાકીય કામગીરી કરી છે. વ્હાઇટ કોલર દાણચોરી અંતર્ગત આયાત નિકાસમાં મિસ ડિક્લેરેશન એટલે કે ભળતો સામાન બતાવી કરોડો રૂપિયાની કસ્ટમ્સ ડ્યુટીની ચોરી કરી માલ દેશની બજારમાં ઊંચી કિંમતે વેંચી એક જ ટ્રીપમાં કરોડો રૂપિયા ઘર ભેગા કરી લેવાય છે. આયાત નિકાસના ધંધામાં મિસ ડેકલરેશન કરનારા વ્યાપારીઓ વતી વ્યવહાર કરતા કસ્ટમ હાઉસ એજન્ટોની જો તપાસ થાય તો મોટા કડાકા ભડાકા થાય. આ કિસ્સામાં ડીઝલ ઉપર ૩૫ રૂપિયા એક્સાઈઝ અને અન્ય વેરાઓ હોઈ તેને હાઈડ્રો કાર્બન દર્શાવી મંગાવાયું હતું. હાઈડ્રો કાર્બન કેમિકલમાં ૧૮ ટકા જ જીએસટી અને એ પણ ઇનપુટ ક્રેડિટમાં બાદ મળતો હોઈ દાણચોરીનો આવો કારસો ઘડાયો હતો.
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
