News of Thursday, 14th August 2025
ગુજરાતમાં આજથી ૨૨મી સુધી મેઘો મન મૂકીને વરહી પડશે
બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ્સની અસર આજથી ગુજરાતમાં દેખાશે

(જયેશ ભટાસણા) ટંકારાઃ ગુજરાતમાં ચોમાસાની મોસમ વધુ તેજી પકડી રહી છે. હવામાન નિષ્ણાત રમેશ બસિયાએ જણાવ્યું હતું કે મધ્ય બંગાળની ખાડીમાં ઓડિશા અને આંધ્રપ્રદેશના કાંઠે બનેલી લો પ્રેશર સિસ્ટમ્સ હવે વધુ મજબૂત બનીને ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ. આ સિસ્ટમ્સ ગુજરાત તરફ આગળ વધશે, જેના કારણે ચોમાસાની ધરી પણ સામાન્યથી નીચે આવશે અને રાજ્યમાં વ્યાપક વરસાદનો રાઉન્ડ આવશે.
સૌરાષ્ટ્ર, કચ્છ અને સમગ્ર ગુજરાતમાં આજે ૧૪ ઓગસ્ટથી ૨૨ ઓગસ્ટ સુધી વ્યાપક વરસાદ પડવાની પ્રબળ સંભાવના છે. આ સિસ્ટમ્સ ગુજરાત પરથી પસાર થશે , જેની સીધી અસર રાજ્યના વિવિધ વિસ્તારો પર પડશે.
દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદઃ ભાવનગર, અમરેલી અને જૂનાગઢ જિલ્લાઓમાં આગાહીના દિવસોમાં ૮ ઇંચ કે તેથી વધુ વરસાદ પડશે.
મધ્ય અને પヘમિ સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદઃ મોરબી, જામનગર, દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં આગાહી દિવસો દરમિયાન ૫ ઇંચ કે તેથી વધુ વરસાદની શક્યતા છે. આ વિસ્તારોમાં ખેડૂતો માટે આ વરસાદ વરદાનરૂપ સાબિત થશે
કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદઃ આ વિસ્તારોમાં પણ સાર્વત્રિક વરસાદ પડશે, જેનાથી ખરીફ પાકને ફાયદો થશે. આ લો પ્રેશર સિસ્ટમની મજબૂતી અને તેની ગતિને કારણે ગુજરાતમાં વરસાદનું વિતરણ વ્યાપક રહેશે.
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
