<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

ભુજની હાઈફાઈ રિજન્‍ટા હોટેલમાંથી હાઇ પ્રોફાઇલ જુગાર ઝડપાયો

ઝડપાયેલા નિવળત્ત જિલ્લા વિકાસ અધિકારી સહિત અન્‍ય નિવળત મોટા અધિકારીઓએ પોલીસ ઉપર રોફ જમાવ્‍યો? ૧૬ લાખના મુદ્દામાલ સાથે ૧૨ હજારની એક એવી ઊંચા દારૂની બે બોટલો સાથે ૭ ઝડપાયા, શ્રાવણી જુગારની તમામ માહિતી શેર કરતી પોલીસે માહિતી, ફોટા છુપાવ્‍યા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૪:  શ્રાવણ મહિનામાં જુગારના જામતા પડ વચ્‍ચે ભુજની હાઈફાઇ હોટેલ રિજન્‍ટાના રૂમ નંબર ૪૦૪ માંથી નિવળત્ત ઉચ્‍ચ અધિકારીઓને પોલીસે હાઈ પ્રોફાઈલ જુગાર રમતા ઝડપી પાડતાં સમગ્ર બનાવ ટોક ઓફ ધ ટાઉન બન્‍યો છે. જોકે, આમાં ભુજ એ ડિવિઝન પોલીસ દ્વારા પોલીસ કામગીરીની તમામ માહિતી અને આરોપીઓના ફોટાઓ સહિતની શેર કરાતી માહિતી છુપાવાઈ હતી. જુગારના દરોડા અંગે એસએમસી, એલસીબી અને સ્‍થાનિક પોલીસ સ્‍ટેશન પણ કામગીરી અંગેની માહિતી મીડિયાને શેર કરે છે. પણ આ કિસ્‍સામાં આવું ન થયું એની થઈ રહેલ ચર્ચા પ્રમાણે પોલીસ ઉપર રોફ જમાવાયો હતો. નામ અને માહિતી શેર ન કરવા વ્‍યવહારિક દબાણ સહિત પોલીસ ઉપર તમામ પ્રકારનું દબાણ લવાયું હતું. જોકે, પોલીસે ગુનો દાખલ કર્યો હતો પરંતુ ૧૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયેલા આ તમામ રાતોરાત જ જામીન ઉપર છૂટી ગયા હતા. સમગ્ર બનાવ આ પ્રમાણે છે. ભુજ ‘એ' ડિવિઝન પોલીસે મંગળવારની રાતે શહેરની જાણીતી થ્રી સ્‍ટાર હોટેલ રિજેન્‍ટામાં રેડ કરી હતી. પોલીસે આ દરોડામાં હાઇ પ્રોફાઇલ લોકોને જુગાર રમતા પકડયા હતા. ઝડપાયેલ ઉચ્‍ચ નિવળત્ત અધિકારીઓમાં તેમાં કચ્‍છમાં ફરજ બજાવી ગયેલા ડીડીઓ એવા નિવળત્ત આઈએએસ સી.જે.પટેલ પૂરું નામ ચંદ્રકાન્‍ત જાદવજી પટેલ (૬૫, ગોયલ ઈન્‍ટરસીટી, થલતેજ, અમદાવાદ),  માર્ગ અને મકાન વિભાગ ના નિવળત્ત એક્‍ઝિકયુટિવ એન્‍જીનીયર કે.આર.પટેલ ઉર્ફે કિરીટ રમેશભાઈ પટેલ (૬૦, બેન્‍કર્સ કોલોની, ભુજ), લાંબા સમયથી આર એન્‍ડ બી ભુજમાં ફરજ બજાવતા ચિરાગ બળદેવભાઈ ડોડીયા (૪૦, રજવાડી બંગલો, ભુજ), નરેન્‍દ્ર અરવિંદભાઈ ભદ્રા (૩૪, ઓધવપાર્ક-૦૨, પ્રમુખ સ્‍વામીનગર, ભુજ), સ્‍ટેટ  IBમાંથી રિટાયર્ડ થયેલા જે.એમ.ઝાલા ઉર્ફે જયેન્‍દ્રસિંહ મીઠુભા ઝાલા (૫૪, મુંદરા રીલોકેશનં સાઈટ), સંજય પ્રવિણભાઈ પટેલ (૪૦, ક્રિષ્‍ના નિવાસ, ભાવેશ્વરનગર, ભુજ) અને અરવિંદકુમાર ચતુર્ભુજ ગોર (૬૮, શિવકળપાનગર, ભુજ)ને જુગાર રમતા પકડી લેવામાં આવ્‍યા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી બે બોટલ ઉંચો વિદેશી દારૂ (કિંમત રૂ. ૨૪ હજાર), ૮ મોબાઈલ ફોન (કિંમત રૂ. ૪.૭૦ લાખ), એક કાર (કિંમત રૂ. ૧૦ લાખ) અને રૂ. ૧.૧૪ લાખની રોકડ રકમ મળી કુલ રૂ. ૧૬.૦૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધ્‍યો છે. આ આરોપીઓમાં દારૂ પીધેલા બે આરોપીઓ કિરીટ પટેલ અને જયેન્‍દ્રસિંહ ઝાલા સામે પ્રોહિબિશન એક્‍ટ હેઠળ અલગથી ગુનો નોંધવામાં આવ્‍યો છે. 

(10:28 AM IST)