<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

દ્વારકામાં શ્રી કૃષ્‍ણ ભગવાનનો શનીવારે ‘5252'મો જન્‍મોત્‍સવ ભવ્‍યતાથી ઉજવાશે

યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં દેશ-વિદેશથી ભાવિકો ઉમટશેઃ રોશનીનો ઝગમગાટ

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા. ૧૪ :.. યાત્રધામ દ્વારકામાં તડામાર તૈયારીઓ વચ્‍ચે ભાવિકોમાં જોવા મળતો થનગનાટ યાત્રાધામ દ્વારકામાં આગામી તા.૧૬ ઓગષ્ટ ને શનિવારના રોજ ભગવાન શ્રીકળષ્‍ણના પરપરમાં જન્‍મોત્‍સવને મનાવવા તંત્ર દ્વારા ચાલતી તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહયો છે. ભાવિકોમાં પણ ઠાકોરજીના જન્‍મોત્‍સવને મનાવવા અનેરા ઉત્‍સાહ સાથે ભારે થનગનાટ જોવા મળી રહયો છે.

જગતમંદિર કલાત્‍મક

રોશનીથી ઝળહળ્‍યું

જન્‍માષ્ટમી પર્વે જગતમંદિરને કલાત્‍મક લાઈટીંગથી સુશોભિત કરવામાં આવ્‍યું છે. અને દસ કિલોમીટર દૂરથી પણ રોશનીથી ઝળહળતું જગતમંદિર જોઈ શકાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રીયાલન્‍સના સહયોગથી મુંબઈના જેમીની ગળપ દ્વારા જગતમંદિરને સુશોભિત કરાયું છે.

સાંસ્‍કળતિક કાર્યક્રમો

રાજય સરકારના સાંસ્‍કળતિક વિભાગ દ્વારા તા.૧૬મીએ રાત્રે ૮ કલાકથી પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાની અધ્‍યક્ષતામાં હાથી ગેઈટ બાજુના નગરપાલીકા ર્પાકિંગ ગ્રાઉન્‍ડમાં દ્વારકા ઉત્‍સવ ૨૦૨પ નામનો સાંસ્‍કળતિક કાર્યક્રમ પણ યોજાનાર છે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ રીધ્‍ધિબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્‍ય પબુભા માણેક તથા હેમંતભાઈ ખવા પણ ઉપસ્‍થિત રહેનાર છે. આ સાંસ્‍કળતિક કાર્યક્રમમાં સુખદેવ ગઢવી, માલદે આહિર જેવા નામાંકિત કલાકારો દ્વારા વિવિધ સાંસ્‍કળતિક કળતિઓ રજૂ કરવામાં આવશે.

રેલવે દ્વારા વિશેષ ટ્રેનઃ એસટી દ્વારા વધુ બસો દોડાવાશે

જન્‍માષ્ટમી પર્વને વધાવવા દેશભરમાંથી દર વર્ષે ભાવિકો દ્વારકા આવતાં હોય આ વર્ષે પણ જન્‍માષ્ટમી પર્વે લાખો ભાવિકો યાત્રાધામમાં પધારે તેવી સંભાવના જોતાં રેલવે વિભાગ દ્વારા યાત્રીકોના ઘસારાને પહોંચી વળવા જન્‍માષ્ટમી સ્‍પેશ્‍યલ ટ્રેઇનો પણ દોડાવવામાં આવનાર છે. આ ઉપરાંત એસ.ટી. વિભાગ દ્વારા પણ તહેવારોને અનુલક્ષીને ચોકકસ રૂટો પર વધારાની બસો દોડાવવામાં આવનાર છે.

નગરપાલીકા કુડ શાખા દ્વારા ચેકીંગ : સ્‍વચ્‍છતાલક્ષી પગલાઓ લેવાયા

જગતમંદિરને સાંકળતાં પ્રમુખ રસ્‍તાઓ ઉપરાંત વ્‍યાપક વરસાદમાં ધોવાયેલા શહેરના ઙ્કમુખ રસ્‍તાઓને સાફસફાઈ સહિત યાત્રીકોની સુવિધાઓ ઊભી કરાઈ છે. આ ઉપરાંત નગરપાલીકા દ્વારા સ્‍વચ્‍છતાલક્ષી પગલાઓ લેવા ઉપરાંત આ ઉપરાંત નગરપાલીકાની ફુડ શાખા દ્વારા પણ હોટલ : રેસ્‍ટોરાં, ખાણીપીણીની દુકાનો : લારીઓનું ચેકીંગ કાર્ય હાથ ધરાયું છે અને અખાદ્ય જથ્‍થાઓનો નાશ કરાઈ રહયો છે. આ ઉપરાંત યાત્રીકોની સુવિધા માટે જગતમંદિરની બહાર આરોગ્‍ય કેન્‍દ્ર પણ શરૂ કરી દેવાયું છે.

શહેરમાં ટ્રાફીક

વ્‍યવસ્‍થા સુદ્રઢ બનાવાઈ

યાત્રાધામની મુલાકાતે આવતા યાત્રીકો માટે જિલ્લા પોલીસ વડા નિતેશકુમાર પાંડેયની સૂચના અને માર્ગદશનથી ઠેર ઠેર ચેકપોસ્‍ટ કાર્યરત છે જયાં દ્વારકા તરફ આવતાં વાહનોનું સઘન ચેકીગ કરાઈ રહ્યું છે. આ ઉપરાંત શહેરમાં ટ્રાફીક અંગેના જાહેરનામા અંગે બંદોબસ્‍ત વધારી બેરીકેટીંગ કરી ટ્રાફીક શાખાના મુખ્‍ય અધિકારીના માર્ગદર્શનમાં ટ્રાફીક શાખાના જવાનો ચુસ્‍તતાપૂર્ણ કામગીરી દાખવી રહયા છે. યાત્રીકોને સરળતાથી દર્શન માટે જગતમંદિરે દર્શન માટે કીર્તિસ્‍તંભ થઈ છપ્‍પનસીડીથી પ્રવેશ કરી દર્શન બાદ મોક્ષ દ્વારેથી નિકાસની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

૧૬૦૦ પોલીસકર્મીઓનો

સઘન બંદોબસ્‍ત

જન્‍માષ્ટમી પર્વે યાત્રાધામ દ્વારકા, બેટ દ્વારકાના ઙ્કમુખ માર્ગો તેમજ જગતમંદિરની સુરક્ષા કાજે તથા નાગેશ્વર જયોર્તિલિંગ સહિતના સ્‍થળોએ ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત રાખવામાં આવનાર છે. જેમાં એસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત ૮૫ અધિકારીગણ તેમજ જીઆરડી એસઆરબી ટીઆરબીના જવાનો સહિત કુલ ૧૬૦૦ જેટલા પોલીસકર્મી ફરજ નિભાવશે. એસ.પી. નિતેશકુમાર પાંડેયના માર્ગદર્શનમાં ડીવાય.એસ.પી. સાગર રાઠોડની દેખરેખમાં સઘન સુરક્ષા વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવનાર છે.

હોટલઃ ગેસ્‍ટહાઉસમાં

 વ્‍યાપક બુકીંગ

યાત્રાધામ દ્વારકામાં જન્‍માષ્ટમી પર્વે આવતાં ભાવિકોમાં વ્‍યાપક વધારો જોવા મળ્‍યો હોય તેમ હાલમાં પણ વ્‍યાપક પ્રમાણમાં હોટલ ગેસ્‍ટહાઉસમાં બુકીગ જોવા મળી રહયું છે. સૌરાષ્‍ટ્રમાં ચાલુ વર્ષે સારો વરસાદ થતાં જેની અસર ભાવિકોના ઘસારામાં પણ જોવા મળશે અને હજુ આગામી બે દિવસમાં યાત્રાળુઓનો પ્રવાસ સતત વધતો જશે તેઓ આશાવાદ હોટલ માલીકો તથા વેપારીવર્ગ રાખી રહયો છે.

દ્વારકા દર્શન સર્કિટ : શિવરાજપુર બીચે વધશે ટ્રાફીક

દ્વારકા ઉપરાંત દ્વારકા દર્શન સર્કિટના નાગેશ્વર જયોર્તિલિંગ, રૂક્ષ્મણી મંદિર, બેટ દ્વારકા, ગોપી તળાવ જેવા તીર્થસ્‍થાનો ઉપરાંત શિવરાજપુર બીચ, મોમાઈ બીચ, દ્વારકાનો ભડકેશ્વર બીચ, પંચકુઈ બીચ તથા સંગમનારાયણ ચોપાટી પાસે પણ સહેલાણીઓનો તથા પ્રવાસીઓનો ટ્રાફીક વધશે તેવું જણાઈ રહયુ છે.(તસ્‍વીર : દિપેશ સામાણી-દ્વારકા)

(11:13 AM IST)