<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

પોરબંદરમાં આવતી કાલે ભૂપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે સ્‍વાતંત્ર્ય પર્વનું ધ્‍વજવંદન

રાજયકક્ષાની ૧પમી ઓગષ્‍ટની ઉજવણીઃ રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, કેન્‍દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયા, રાજયના મંત્રીશ્રીઓ, વરિષ્‍ઠ અધિકારીઓ ઉપસ્‍થિત રહેશેઃ ધ્‍વજવંદન બાદ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ રાજયના નાગરિકોને સંબોધન કરશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૪: આવતી કાલે તા.૧૫ના રોજ રાજ્‍યપાલ  આચાર્ય દેવવ્રતજી,મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ સહિતના પદાધિકારીઓની ગરિમામય ઉપસ્‍થિતિમાં કે.એચ. માધવાણી આર્ટ્‍સ એન્‍ડ કોમર્સ કોલેજ ખાતે રાજ્‍યકક્ષાના સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવશે. જેમા મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ સવારે ૯ કલાકે ધ્‍વજવંદન કરી, રાજ્‍યના નાગરિકોને પોરબંદરથી સંબોધન કરશે. આ તકે કલાકારો દ્વારા વિવિધ સાંસ્‍કળતિક કાર્યક્રમોની પ્રસ્‍તુતિ કરવામાં આવશે.

સ્‍વાતંત્ર્ય પર્વની રાજ્‍ય કક્ષાની ઉજવણીનાં ભાગરૂપે શહેરમાં વિવિધ સ્‍થળોને રોશનીથી શણગારવામાં આવ્‍યા છે. સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને રાત્રીના કલેકટર ઓફિસ, ડિઝાસ્‍ટર ભવન, સેવાસદન - ૨, કોર્ટ, સર્કિટ હાઉસ સહિતની સરકારી ઈમારતોમાં માર્ગ અને મકાનના ઇલેક્‍ટ્રીક વિભાગ દ્વારા રોશનીથી શણગારવામાં આવ્‍યા છે.

રાજય કક્ષાની સ્‍વાંતત્ર્ય પર્વની ઉજવણીમાં વિકાસ કાર્યોના લોકાપર્ણ ખાતમુહુર્તો સાંસ્‍કૃતિક કાર્યક્રમો અને વ્‍યકિત વિશેષ સન્‍માન રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ કેન્‍દ્રીયમંત્રી મનસુખભાઇ માંડવિયા રાજયના મંત્રીશ્રીઓ વરિષ્‍ઠ અધિકારીઓની ઉપસ્‍થિતીમાં યોજાશે. ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડિયાએ સ્‍વાતંત્રય પર્વની તૈયારી પહેલા જિલ્લા વહીવટી તંત્રની બેઠકમાં સ્‍વાતંત્ર્ય પર્વ ઉજવણીના કાર્યક્રમો લોકો સારી રીતે માણી શકે તે માટે વિવિધ વ્‍યવસ્‍થા જળવાય રહે તે માટે જરૂરી સૂચન અને માર્ગદર્શન આપ્‍યા હતા.

સ્‍વાતંત્ર્ય પર્વમાં પોલીસ વિભાગ દ્વારા યોગા, મહિલા રાયફલ ડ્રિલ, સાંસ્‍કૃતિક કાર્યક્રમ, ડોગ શો પેમજ અશ્વો શો યોજાશે.

ગુજરાત પોલીસના કર્મચારીઓ વિવિધ પ્રકારની યોગ મુદ્રા રજુ કરશે.

રાયફલ ડ્રીલઃ આ કાર્યક્રમમાં ગુજરાત પોલીસની ૭૧-મહિલા કર્મચારીઓ ધ્‍વારા વિવિધ રાયફલ ડ્રીલના ફાર્મેસ રજુ કરાશે. જેમા રાયફલ એક્‍સરસાઇઝ, રાયફલને રમકડાની જેમ ફેવરવી, ડ્રીલ સાથે ગોળ સર્કલ બનાવી અલગ અલગ એકસરસાઇઝ રજુ કરવી,  એક લાઇનમાં ઉભા રહી સ્‍ફૂર્તિથી અલગ અલગ એકસરસાઇઝ રજુ કરવી, દરિયાના મોજા જેવી લહેરોની વેવ બનાવવી તેમજ મહાનુભાવોશ્રીનું અભિવાદ કરશે.

સાંસ્‍કળતિ કાર્યક્રમઃ આ કાર્યક્રમમાં માં રેવા ગુજરાત/રાજસ્‍થાન/મહારાષ્‍ટ્ર અને મધ્‍યપ્રદેશની જીવાદોરી સમાન નર્મદા માતાની અમરકંટકથી નિકળી દરિયા સુધીની સફરની ગાથા રજુ કરાશે. આ કાર્યક્રમમાં ગુજરાત પોલીસના ૨૦૦ થી વધુ  કર્મચારીઓ ભાગ લેશે.

જેમાં સ્‍વાગત ગીત (શ્વોક) નમામી દેવી નર્મદે.. જેમાં વાદળી કલરના દુપટ્ટા સાથે નદીની પ્રતિકળતિ દર્શાવવામાં આવશે. બળદ ગાડા સાથે કિસાન હળ,દાતડા અને કળષિના ઓજારો, નદી કિનારે વસતા માછીમારો, શીવ ભગવાનની પ્રતિકળતિ અને પરીક્રમા કરતા સાધુ સંતો,પક્ષિઓ અને પ્રાણીઓની પ્રતિકળતિઓ, નદી કિનારે વસતા લોકો ભાતિગળ પોષાકમાં જોવા મળશે.

ઉપરાંત નર્મદા ડેમનું સાકાર થતુ સપ્ત, જેની પ્રતિકળતિ, ખેતીના ઓજારોથી થતું નિર્માણ એટલે ‘સરદાર પટેલની ભવ્‍ય પ્રતિમા',  પ્રધાનમંત્રીશ્રીનું વિજન એટલે-જલ જીવન મિશન ૧૦ કરોડ ઘરોમાં પાઇપથી પાણી આપવાનું મિશન ‘હર ઘર જલ' જેમાં અગાઉના સમયમાં કુવામાંથી પાણી ભરતી મહિલાઓ અને હાલમાં નળથી પાણી ભરતી મહિલાઓ બતાવવામાં આવશે. તેમજ માં રેવાની આરતી ઉતારવામાં આવશે.

મોટરસાયકલ સ્‍ટંટ શોમાં પોલીસ વિભાગના કર્મચારીઓ દ્વારા બાઈકના વિવિધ સ્‍ટંટ શો રજૂ કરાશે.

 આ ટીમ દ્વારા વર્ષ ૨૦૧૧માં સ્‍વર્ણિમ ગુજરાતની રક્ષાશકિત ઉજવણીમાં આણંદ ખાતે મોટરસાયકલ સ્‍ટંટ શોનુ સુંદર પ્રદર્શન બતાવી ગુજરાત પોલીસમાં એક મોટરસાયક્‍લ સ્‍ટંટની ટીમ ઉભી કરી છે. ત્‍યાર બાદ મોટરસાયકલ સ્‍ટંટ ટીમ ધ્‍વારા ૨૬ મી જાનયુઆરી/૧૫મી ઓગસ્‍ટ તેમજ ગુજરાત સ્‍થાપના દિવસની રાજયકક્ષાની ઉજવણીમાં મોટરસાયકલ સ્‍ટંટ શોનુ ખુબજ સુંદર પ્રદર્શન કરી નાગરિકોમાં પ્રસિધ્‍ધિ મેળવે છે.

જેમાં સ્‍ટંટમાં બાઇક પર ઉભા રહી મહાનુભાવોનુ અભિવાદન, તિરંગા અને યુનિટ ફલેગ, બાઇક પાછળ છુપાવ સ્‍ટંટ, કમળની પ્રતિકળતિ, નમસ્‍તેની પ્રતિકળતિ, સુદામાની પ્રતિકળતિ, મેર સમાજની વેશભૂષા, પિસ્‍ટલ પોજીશન, હેન્‍ડલ બાર, ડબલ જવાન તિરંગા સાથે, ઝાસીની રાણીની પ્રતિકળતિ, ચાર જવાન ખુલ્લા હાથે બેલેન્‍સ, સિંગલ પગ રાખી બેલેન્‍સ, ભમરાની પ્રતિકળતિ, મંકી રોપ પોજીશન,યોગાશન, એરોહેડ પોજીશન, હોરીઝંન્‍ટલ બાર, કમાન્‍ડો પોજીશન, ફલાઈંગ પોજીશન, પિરામિડ પોજીશન, એક પગથી ટાટા કરતો જવાન, ક્રોસિંગ, ૧૫ મહિલા ઉપરથી બાઈક જમ્‍પ કરાવશે, સળગતી રેતીમાંથી જમ્‍પ સહિતનાં દિલધડક સ્‍ટંટ કરવામા આવશે.

(12:22 PM IST)