<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

ખેતી ક્ષેત્રમાં મૂક્‍ત વ્‍યાપાર સમજૂતીથી ખેડૂતો પાયમાલ થશે

 

ઉપલેટાઃ કિસાન સભા દ્વારા દેખાવો :  ઉપલેટા : સંયુક્‍ત કિસાન મોરચાએ દેશભરના ખેડૂતોને ફ્રી ટ્રેડ એગ્રીમેન્‍ટ રદ કરો ખેતી ક્ષેત્રમાંથી કંપનીઓને હટાવો વિદેશી કોર્પોરેટ કંપનીઓ ભારત છોડો ના નારા સાથે દેશભરમાં દેખાવો કરો અને સૂત્રચાર કરો રેલીઓ કરો તેમજ ફ્રી ટ્રેડ એગ્રીમેન્‍ટ નકલની હોળી કરો જેવા કાર્યક્રમ કરવા આહવાન કર્યું હતું. ગુજરાત કિસાન સભા રાજકોટ જિલ્લા સમિતિ અને સેન્‍ટર ઓફ ઇન્‍ડિયન ટ્રેડ યુનિયન ના કાર્યકરો દ્વારા બાપુના બાવલા ચોકમાં એકત્રિત થઈ માંગણી ના સૂત્રોચાર કર્યા હતા. ખેડૂતોને ટેકાના ભાવ ની ગેરંટી કાયદો બનાવો ખેડૂતોના કરજા નાબૂદ કરો તેમજ મજદૂર વિરોધી નીતિઓ ખેડૂત વિરોધી નીતિઓ બંધ કરો ના ઉગ્ર નારાઓ કરી દેખાવો કરવામાં આવ્‍યા આ પ્રસંગે ગુજરાત કિસાન સભાના પ્રમુખ ડાયાભાઈ ગજેરા એ કેન્‍દ્ર સરકાર ઉપર પ્રહાર કરતાં જણાવ્‍યું હતું કે સરકાર ખેડૂતોની રોજગારીની ચિંતા કરતી નથી ખેડૂતોનો મુખ્‍ય સવાલ તેમની ખેતપેદાશોના ભાવનો છે પૂરતા ભાવ મળતા નથી ત્‍યારે મુક્‍ત વ્‍યાપાર સમજૂતીથી ખેડૂતો બરબાદ થશે અને જે ખેડૂતો કરજદાર છે તે વધુ કરજદાર બનશે તે હકીકત સમજવાની જરૂર છે ખેતી ક્ષેત્રમાં કોર્પોરેટ કંપનીઓને હટાવો સરકારે અમેરિકન સરકારની શરણાગતિ સ્‍વીકારવાનું બંધ કરવું જોઈએ જેવી બાબતોથી ખેડૂતોને પ્રસંગને અનુરૂપ ઉપસ્‍થિત ખેડૂતોને પ્રવચન કરી ખેડૂત મજદૂર એકતા ને મજબૂત કરવા આહવાન કર્યું હતું. આવનારા સમયમાં દેશની મોટાભાગની વસ્‍તી ખેતી અને મજદૂરી સાથે સંકળાયેલ છે તે અંગેની ચોક્કસ નીતિઓ બનાવવા સંઘર્ષ કરવા મેદાને આવવા પણ હાકલ કરી હતી.(તસવીરઃ જગદીશ રાઠોડ)

(11:30 AM IST)