News of Thursday, 14th August 2025
કાલે સ્વતંત્રતા પર્વની સૌરાષ્ટ્ર-કચ્છમાં દેશભકિતના માહોલમાં ઉજવણી
ગામે-ગામે ધ્વજવંદન, દેશભકિતના ગીતોનું ગાન, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન

રાજકોટ તા. ૧૪ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં કાલે દેશભકિતના માહોલ સાથે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાશે.
મોરબી
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી : મોરબી જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી હળવદ એ.પી.એમ.સી. ખાતે કરવામાં આવનાર છે, જેમાં સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવશે.
૧૫ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ ૭૯ માં સ્વાતંત્ર્ય દિવસની સમગ્ર ભારત દેશમાં હર્ષ ઉલ્લાસથી ઉજવણી કરવા માટે વિવિધ આયોજન કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પણ હળવદ ખાતે આગામી ૧૫ ઓગસ્ટના રોજ જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિની ઉપસ્થિતિમાં રિહર્સલ યોજાયું હતું.
ગોંડલ
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ :..
દેશનાં ૭૯ માં સ્વાતંત્ર્ય દિન પંદર ઓગસ્ટ નાં ગોંડલ તાલુકા કક્ષાનો ધ્વજવંદન સમારોહ નવાગામ પ્રાથમિક શાળા ખાતે સવારે નવ કલાકે યોજાશે.જેમા પ્રાંત અધિકારી આર.જી.ગમારા નાં હસ્તે ધ્વજવંદન કરાશે. આ સમયે
પોલીસ પ્લાટુન દ્વારા સશષા સલામી તથા રાષ્ટ્રગાન કરાશે.
બાદ માં પ્રાંત અધિકારીનું ઉદ્્બોધન તથા સાંસ્કળતિક કાર્યક્રમ, વિશિષ્ટ પ્રતિભાઓ નું સન્માન,પુરસ્કાર બાદ વળક્ષારોપણ કરાશે.
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
