<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

સુરેન્‍દ્રનગરમાં મળેલી લાશ પ્રકરણમાં મહિલા ઉપર સામૂહિક બળાત્‍કાર થયાનું ખુલ્‍યું : બેશુધ્‍ધ મહિલાને ઉંચકી એક શખ્‍સ કોમ્‍પલેક્ષમાં લઇ ગયેલ !

મૃતકનો પતિ બનાવ સ્‍થળે પત્‍નિનો મોબાઇલ શોધવા જતા સમગ્ર ઘટના બહાર આવી : પોલીસમાં રાવ થતા ખળભળાટ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૧૪: જાણવા મળતી વિગતો અનુસારસુરેન્‍દ્રનગર શહેરના એસટી બસ સ્‍ટેશન રોડ પર આવેલ એક કોમ્‍પ્‍લેક્ષના ધાબા પરથી ગત તા. ૭મી ઓગસ્‍ટે એક મહિલાની લાશ મળી આવી હતી. આ બનાવમાં બેશુધ્‍ધ મહિલાને એક શખ્‍સ કાખમાં ઉંચકીને કોમ્‍પ્‍લેક્ષના ધાબે લઈ ગયો હતો અને પાંચ શખ્‍સોએ દુષ્‍કર્મ આચર્યુ હોવાની મળતકના પતિએ સુરેન્‍દ્રનગર બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે.સુરેન્‍દ્રનગર શહેરમાં થોડા દિવસો પહેલા લાશો મળી આવવાના એક પછી એક બનાવ સામે આવતા હતા.જેમાં બસ સ્‍ટેશન રોડ પર આવેલ અમળતધારા કોમ્‍પલેક્ષના ધાબા પરથી તા. ૭ ઓગસ્‍ટના રોજ મહિલાની લાશ મળી આવી હતી. આ લાશને બી ડીવીઝન પોલીસ દ્વારા પીએમ માટે લઈ જવાઈ હતી. અને તેના વાલી વારસો આવી જતા તેઓને લાશ સોપાઈ હતી. ત્‍યારબાદ મળતકના પતિ પરિણીતાના મોબાઈલની શોધખોળ માટે બનાવના સ્‍થળે ગયા હતા. જયાં એક વ્‍યકતી તેઓને મળતા સમગ્ર બનાવ સામે આવ્‍યો હતો. આ વ્‍યકતીના જણાવાયા મુજબ ગત તા. ૭મી ઓગસ્‍ટના રોજ રાતના ૧૨-૩૦ કલાકના અરસામાં મળતકને કુંભારપરામાં રહેતો પ્રકાશ માલાભાઈ પરમાર કાખમાં ઉંચકીને કોમ્‍પલેક્ષની છત પર લઈ ગયો હતો. અને તેણીની સાથે કુકર્મ કર્યુ હતુ. બાદમાં જુમા ફકીરભાઈ બાદલાણી અને અન્‍ય ત્રણ અજાણ્‍યા શખ્‍સોએ પણ આ હીન કળત્‍ય કર્યુ હતુ. મળતકના પતિએ બી ડીવીઝન પોલીસ મથકે પાંચેય આરોપીઓ સામે સામુહીક દુષ્‍કર્મની ફરિયાદ નોંધાવી છે. હાલ આ ફરિયાદ નોંધાતા વધુ તપાસ મહિલા યુનીટના પીઆઈ ટી. બી. હીરાણી ચલાવી રહ્યા છે. બીજી તરફ મળતકની લાશને ગાંધી હોસ્‍પિટલ પીએમ બાદ ફોરેન્‍સીક પીએમ માટે લઈ જવાઈ હતી. જેનો રીપોર્ટ હજુ આવવાનો બાકી છે. ત્‍યારે સામુહીક દુષ્‍કર્મથી મહિલાનું મોત થયુ છે કે કેમ તે સામે આવશે. જો આ કળત્‍યને લીધે મોત થયુ હોય તો આરોપીઓ સામે હત્‍યાની કલમ પણ ઉમેરાશે. તેવુ પોલીસનું માનવુ છે.(

(12:00 PM IST)