તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 14th August 2025
મોન્સુન માટે ડ્રાઇવરની ભૂમિકા ભજવે છે
બંગાળની ખાડીમાં સર્જાતી સિસ્ટમો : ગુજરાતમાં વરસાદી હેલી સર્જાશે તેનું હવે સ્કાયમેટ પણ અનુમોદન કરે છે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૧૪: બંગાળની ખાડીમાં આજથી બનેલી લો પ્રેશર સિસ્ટમ આંધ્ર-ઓડીસા તરફ આગળ વધશે. અમારા આ પૂર્વેના અહેવાલમાં ગુજરાતમાં ૧૫ ઓગષ્ટ બાદ વરસાદી હેલી સર્જાશે તે શિર્ષકને અનુરૂપ આ સિસ્ટમ એટલી સક્ષમ નથી કે ગુજરાતમાં સપ્તાઅ સુધી વરસીને હેલી સર્જી શકે પણ તેના પાછળ જ બીજી સક્ષમ સિસ્ટમ બંગાળની ખાડીથી પヘમિ તરફ અર્થાત ગુજરાત તરફ આગળ વધશ અને આગલી સિસ્ટમના અવશેષોને પણ પોતાનામાં સમાવી લેશે જે ગુજરાતને સારી રીતે ધમરોળશે. પ્રથમ સિસ્ટમ ગુજરાતમાં વરસાદી વિરામ તોડી વરસાદી શરૂઆત કરાવશે જયારે પાછલી મજબુત સિસ્ટમ પુરા ગુજરાતમાં છવાઇ જઇ વરસાદી તાંડવ સર્જશે.
સ્કાયમેટના પ્રેસિડેન્ટ જી.પી. શર્મા જણાવે છે કે, આ બનતી સિસ્ટમો જ મોન્સુન માટે ડ્રાઇવરની ભૂમિકા ભજવતી હોય છે. આશરે ૧૬ તારીખ આસપાસથી ઉદભવનારી બંગાળની ખાડીની સિસ્ટમ મોન્સુન ટ્રફ લાઇન પણ નીચી લાવશે. બંગાળની ખાડીની ઓ સિસ્ટમના વાદળોનો ઘેરાવો આગળ વધુ લંબાયેલો રહેવાનો હોઇ, આ સિસ્ટમ હજુ મધ્યપ્રદેશમાં હશે ત્યાં તેનો ભારે વરસાદી વાદળોનો સમૂહ મહારાષ્ટ્ર- મુંબઇને સારી રીતે ધમરોળતો જોવા મળશે.
ગુજરાતમાં વરસાદી હેલી સર્જાશે તે બાબતને હવે સ્કાયમેટનું પણ અનુમોદન મળી રહયું છે. આઇએમડી, જીએફસેટ તથા ઇસીએમ ડબલ્યુએફ, વિવિધ ફોરકાસ્ટ મોડેલો પણ આજ મુબજ વર્તારા જણાવી રહયા છે.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
