News of Thursday, 14th August 2025
જેતપુરના ચારણ સમઢીયાળા ગામે જૂગારના હાટડા ઉપર પોલીસ ત્રાટકીઃ ૮ પકડાયા
પરેશ ગોસાઇ તેના મકાનમાં જૂગાર રમાડતો'તોઃ ૮૭ હજારની રોકડ કબ્જે

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧૪ :.. જેતપુર તાલુકા પોલીસે ચારણ સમઢીયાળા ગામે મકાનમાં જૂગારના હાટડા ઉપર રેઇડ કરી ૮ શખ્સો ઝડપી લીધા હતાં.
તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ હેરમાં ના માર્ગદર્શન હેઠળ અજીતભાઈ ગંભીર, ભુરાભાઈ માલીવાડ, ઙ્કદ્યુમનસિંહ વાઘેલા, મનેશભાઈ જોગરાદીયા, ભાવેશભાઈ વડોદિયા નાઈટ પેટ્રોલીંગમાં નીકળેલ દરમિયાન બાતમી મળેલ કે ચારણ સમઢીયાળા ગામે રહેતો પરેશ ગોસાઈ પોતાના રહેણાંક મકાનમાં જુગારનો અખાડો ચલાવતો હોય જે બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યા રહેણાંક મકાનમાં જુગાર અંગેની રેડ કરતા રૂમમાં તીન પત્તીનો જુગાર રમતા કલ્પેશ ઉર્ફે કપો ભીખાભાઇ ચોવટિયા, જયદીપ ઉર્ફે ઢીંગો રમેશભાઈ રામાણી, હિરેન ચંદુભાઈ રામાણી, કુમન હરિભાઈ રાદડિયા, હરસુખ વિઠ્ઠલભાઈ પાઘડાર, ઉમેશ વિઠ્ઠલભાઈ વાઘાણી, દિલીપ ઉર્ફે જીગો નાથાભાઈ રાઠોડ તથા મકાન માલિક પરેશ ચંદુભાઈ ગોસાઈ ( રહે તમામ ચારણ સમઢીયાળા) ને રોકડા રૂ. ૮૭ હજાર સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
