News of Thursday, 14th August 2025
જન્માષ્ટમીમાં ગોંડલ ગોકુળીયુ બનશે : અષ્ટમીનાં શોભાયાત્રા, ઠેરઠેર કૃષ્ણ જન્મોત્સવ : ગોલ્ડન ગ્રૂપનો દબદબો

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૧૪: જન્માષ્ટમીનાં તહેવારોમાં ભવ્ય કૃષ્ણ શોભાયાત્રા સહીત ઠેરઠેર કળષ્ણ જન્મોત્સવ નાં ધામધૂમપૂર્વક નાં આયોજન કરાયાં હોય ગોંડલ ખરા અર્થ માં ગોકુળીયુ બન્યુ છે.
હિન્દુ ઉત્સવ સમિતિનાં પ્રમુખ ગોપાલભાઈ ટોળીયાની નિશ્રામાં પ્રતિ વર્ષની માફક કળષ્ણ જન્મોત્સવ શોભાયાત્રાનું આયોજન કરાયુ છે.
ભોજરાજપરા માં છેલ્લા ૨૭ વર્ષ થી ગોલ્ડન ગળપ દ્વારા દબદબાભેર કળષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઇ રહીછે.સતત ૨૭ વર્ષ થી ગોલ્ડન ગળપ નું સુકાન સંભાળી રહેલા અગ્રણી અશોકભાઈ પીપળીયાની આગેવાની હેઠળ છેલ્લા એક મહીના થી ૩૦૦ થી વધુ કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.સમગ્ર ગોંડલ પંથક માં આકર્ષણ નું કેન્દ્ર બની રહેલા ગોલ્ડન ગળપ જન્મોત્સવ માં દર વર્ષે અલગ અલગ થીમ પર કૃષ્ણ શણગાર કરાય છે. શોભાયાત્રા પસાર થતી વેળા આયુર્વેદિક છાસ ની સેવા અપાય છે.ગત વર્ષે અંદાજે ૭૦ થી ૮૦ હજાર છાસ નાં ગ્લાસનું વિતરણ કરાયું હતુ. કૃષ્ણજન્મ ઉત્સવવેળા પ્રસાદ રુપે અંદાજે પચ્ચીસ હજાર આઇસક્રીમનાં કપનું વિતરણ કરાય છે. અષ્ટમી ની રાત્રે ગુજરાત નાં નામાંકિત કલાકારોનો કાર્યક્રમ રખાયો છે. અશોકભાઈ પીપળીયાએ જણાવ્યુ કે આયોજનને લઈ ને બે કરોડ થી વધુ સુરક્ષા કવચ વિમો લેવાયો છે.
ભોજરાજપરામાં પંદર વર્ષ થી ઓમ મિત્ર મંડળ દ્વારા જન્મોત્સવ માં લાઇટીંગ તથા છત્રીનો શણગાર કરાયો છે.
જન્માષ્ટમી નિમીતે ભગવતપરા પટેલવાડી ચોક માં ૬૩ વર્ષ થી કૃષ્ણષ્ણ રાસ મંડળ દ્વારા કૃષ્ણલીલા રાસોત્સવ,આરતી સાથે કળષ્ણ જન્મોત્સવ ની ઉજવણી કરાય છે.આ ગળપ દ્વારા દરરોજ કબુતર ને આઠ થી દશ મણ ચણ ઉપરાંત નંદીઘર માટે ઘાસ તથા મુક્તિધામ માટે છાણા ની સેવા અપાય છે.નેશનલ હાઇવે આશાપુરા ચોકડીએ ગોલ્ડન સીટી માં લક્ષ્મણભાઈ પટેલની નિશ્રા માં કૃષ્ણ જન્મોત્સવ નિમીતે કૃષ્ણ બાલ સ્વરુપ પધરામણી,શ્રીંગાર દર્શન, હિંડોળા દર્શન, રાજભોગ તથા આરતીનાં આયોજન સાથે રાત્રે રાસગરબાની રમઝટ તથા પ્રસાદનું આયોજન કરાયું છે.
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
