તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 14th August 2025
જૂનાગઢ ખેતલીયાદાદા મંદિરે નાગપંચમીની સંતો મહંતો મેયર સહિતના આગેવાનોની ઉપસ્થિતીમાં ઉજવણી

જૂનાગઢ, તા.૧૪: ઝાંઝરડા ખાતે આવેલ શ્રીખેતલીયાદાદા મંદિર આનંદ આશ્રમખાતે આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર પુ.હરીહરાનંદભારતી બાપુ ના અધ્યક્ષ સ્થાને નાગપંચમીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારે ૯ કલાકે યજ્ઞનો પ્રારંભ થયો હતો અને બપોરે ૧૨ કલાકે સંતોનો ભંડારો અને સાંજે કુવારિકાઓને ભોજન તેમજ ભકતો માટે મહાપ્રસાદનું આયોજન કરાયુ હતું છેલ્લા અગીયાર વર્ષથી ચાલી આવતી આ પરંપરાા મુજબ આવષ પણ આગપંચમમીની ભાવભેર ઉજવણી કરવામાં આવેલ જેમાં ભાવિકોને મોહનથાળ ભજીયા દાળ ભાત શાક સંભારો પિરસવામાં આવેલ અને અસંખ્ય ભાવિકો અને કુવારિકાઓએ ભોજન પ્રસાદ લીધો હતો આ કાર્યક્રમમાં મેયર ધર્મેશ પોશિયા ડે મેયર આકાશકટારા શહેર ભાજપ પ્રમુખ ગોૈરવ રૂપારેલીયા શાશકપક્ષના નેતા મનન અભાણી, રાકેશ ધુલેશીયા, જશભાઇ ડાંગર, જયંતભાઇ ધોરાજીયા, ઇશ્વર ઠાકુર, ડો.રામભાઇ સોલંકી સહિતના ઉપસ્થિત રહેલ અને કાર્યક્રમને સફળ બનાવવા પુ.મોહન ભારતબાપુના માર્ગદર્શન હેઠળ આલાભાઇ હસુભાઇ કુમકીયા, રાજુરાઠોડ સુરેશ બજાણીયા, યોગેશ પુરોહિત આશિષ બાટવા, ગોૈરવ સુખાનંદી સહિતના સેવકોએ ભારેજહેમત ઉઠાવી હતી. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
