News of Thursday, 14th August 2025
પોરબંદરમાં સ્વાતંત્ર્યપર્વની પૂર્વ સંધ્યાએ આચાર્ય દેવવ્રતજી અને ભુપેન્દ્રભાઈની ઉપસ્થિતીમાં ‘એટ હોમ' કાર્યક્રમ
શસ્ત્ર પ્રદર્શનનું ઉદધાટનઃ સેવા કલા સાહિત્ય ક્ષેત્રે યોગદાન આપનાર પ્રતિભાવંત વ્યકિતઓનું સન્માન કરાશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૪: ૧૫મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં ‘એટ હોમ' નામના કાર્યક્રમનું આયોજન કરેલ છે.
સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ, ૧૪ ઓગસ્ટના રોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે ૪:૦૦ વાગ્યે એચ. કે. માધવાણી કોલેજ મેદાન ખાતે પોલીસ વિભાગ દ્વારા શષા પ્રદર્શનનું ઉદ્ધાટન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે થશે, જે જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. સાંજે ૪:૩૦ થી ૫:૩૦ કલાક દરમિયાન પી.એમ. શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય ખાતે ‘એટહોમ' કાર્યક્રમનું આયોજન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં કરવામાં આવશે, જેમાં રાજ્યપાલશ્રી જિલ્લા વિશિષ્ટ નાગરિકો, આગેવાનો અને વિશિષ્ટ વ્યક્તિઓને શુભેચ્છાઓ પાઠવશે. જેમાં મુખ્યમંત્રી શ્રી પણ સહભાગી થશે.
સાંજે ૬:૩૦ થી ૮:૩૦ દરમિયાન કે. એચ. માધવાણી કોલેજ મેદાન ખાતે ભવ્ય સાંસ્કળતિક કાર્યક્રમ યોજાશે, જેમાં રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી, મંત્રીમંડળના સભ્યો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ અવસરે જિલ્લા સ્તરે સમાજ, સેવા, કલા, સાહિત્ય કે અન્ય ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવશે. જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવશે.
જિલ્લા કલેક્ટર શ્રી એસ.ડી. ધાનાણી દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને હાજરી આપવા જાહેર આમંત્રણ એક યાદીમાં આપવામાં આવ્યું છે. (રર.૧૧)
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
