News of Thursday, 14th August 2025
પોરબંદરની રેલ્વે સુવિધા વધારવા અગાઉ અપાયેલી ખાતરીઓ અર્જુનભાઇ મોઢવાડીયા ભુલી ગયા?
પુર્વ ડી.આરયુસી સભ્ય એચ.એમ.પારેખ દ્વારા ધારાસભ્ય અર્જુનભાઇને રિમાન્ડર પત્ર

પોરબંદર, તા., ૧૪: ધારાસભ્ય શ્રી અર્જુનભાઇ મોઢવાડીયાને રેલ્વે પ્રશ્નોની પુનઃ યાદી કરવા રેલ્વે સ્ટેશન વિકાસ ડી.આર.યુ.સી. સભ્ય એચ.એમ.પારેખે પત્ર લખ્યો છે કે સને ર૦૦૩ માં ડી.આર.યુ.સી.સી. સભ્ય તરીકે એચ.એમ.પારેખની નિમણુંક પુર્વ સાંસદશ્રી ગોરધનભાઇ જાવીયાએ કરાવ્યા. બાદ સર્વપ્રથમ પોરબંદર રેલ્વે સ્ટેશનની પ્રાથમીક જરૂરીયાત અને વિકાસ માટે સ્થાનીક અધિકારી કર્મી સાથે વ્યવસ્થિત બેઠક કરી સરવે કરેલ. એટલુ જ નહી પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતને આવરી લઇને રપ૦૦ કિલોમીટરની સુપર ફાસ્ટ ટ્રેન પોરબંદર-હાવરા-પોરબંદર સર્વપ્રથમ મેળવી.
આ ટ્રેનથી ફાયદો મુસાફરો-યાત્રીકોને થયો તેનો યશ જે તે સમયના પોરબંદર રેલ્વે સ્ટેશન માસ્ટર (મેનેજર) શ્રી વસાવાના માર્ગદર્શન અને સહકારથી મળી નહીતર કલકતા હાવરા માટે પોરબંદર-સૌરાષ્ટ્ર એકસપ્રેસમાં બે કોચ હાવરા-પોરબંદર-હાવરા-પોરબંદર એક જબલપુર એમ લાગતા અને સુરત લીંક અપ કરતા સૌરાષ્ટ્રની સર્વપ્રથમ સુપર ફાસ્ટ ટ્રેન પોરબંદર હાવરા પોરબંદર તા. ૩ જુલાઇ ર૦૦૩માં પ્રથમ પ્રસ્થાન હાવરા માટે કર્યુ અને સ્વર્ગસ્થ સાંસદસભ્યશ્રી ગોરધનભાઇ જાવીયાએ લીલીઝંડી આપી.
જે તે સમયે કાર્યરત સ્ટેશન મેનેજરશ્રી ઓ. પી. આનંદ સાથે પૂર્વ ડી. આર. યુ. સી. સી. સભ્યશ્રી હેમેન્દ્રકુમાર એચ. પારેખ તેમજ પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધી અને ડી. આર. યુ. સી. સી. મંત્રીશ્રી જગદીશભાઇ કોટેચા તેમજ રેલ્વે એન્જી.નો સ્ટાફ સરવે પર સાથે રેલ્વે સ્ટેશનથી ટૂંકામાં દ્વારકાથી રેલ્વે સાઇડ જમીન-દબાણ નિરીક્ષણ રેલ્વે માલીકીના જમીન નકશો સાથે જુના બંદર સુધી સરવે કરેલ. જેમાં વિરડીવાસ, લાતી બજાર વિસ્તાર જૂની ઓ. સી. સી. થી જુના જેટી બંદર, સોમનાથ સુધીમાં અસંખ્ય રેલ્વે જમીન ટ્રેક પર માલુમ પડેલા તે સરવે ઔપાચીરક તૈયાર કરી ભાવનગર ડીવીઝનના મોકલેલ. મારા ખ્યાલ મુજબ આપશ્રીને તેમજ પૂર્વ સ્વગસ્થ સાંસદોને મોકલી આપ્યા હતાં.
મહત્વપૂર્ણ જુની માંગણી સતત ચાલુ છે તે પોરબંદર- હરિદ્વાર- દહેરાદુન પોરબંદરની યાદી આપતુ હતું તેમજ અન્ય જુની માંગણી- હાવરા ટર્મીનલથી થતી લાંબા અંતરની ટ્રેનની રીકવન્સી લંબાવવાની, તેમજ જે તે સમયે હાપા-મુંબઇ- હાપા સોૈરાષ્ટ્ર જનતા એકસપ્રેસ તથા ઓખા- મુંઇબ- ઓખા- સોૈરાષ્ટ્ર મેલ જેના પાંચ કોચ રાજકોટ આઇડીયાલ પડયા રહેતા તેથી પોરબંદર સુધી ફેકવન્સી વધારવા, હાપા- મુંબઇ હાલ- (બાંદ્રા) હાપાની ફિકવન્સી વધારવાની તેમજ પોરબંદર દર સોમવારે ઓખા- દહેરાદુન- પોરબંદર- ઓખા- દહેરાદુન જે દર ગુરૂવારે રાત્રીના સુપરફાસ્ટ ટ્રેન અહીંથી મેન્ટેન્શન થઇ ઉપડતી.
તે ટ્રેન પોરબંદરથી ઉપાડવા મંજુર થયેલ. જે માટે રાજયકક્ષાના રેલ મંત્રીશ્રી નારણભાઇ રાઠવાની પોરબંદર મુલાકાત જાહેર થયેલ બુકીંગ શરૂ થયેલ બંધ કરવું પડેલ. ૧૯૮૬માં પોરબંદરને મળી બુકીંગ શરૂ કરાયેલ તે પણ બંધ કર્યુ. હોલી-ડે સ્પેશ્યલ તો નુકશાનમાંથી જ કાઢી નાખી તે પુનઃ શરૂ કરવા સમર હોલી ડે તથા ફેસ્ટીવલ વિન્ટર હોલી-ડે.
સને ર૦૦૩ ના વર્ષમાં રાજકોટ-ભૂજ રાજકોટ વચ્ચે સવાસા ટ્રેન દોડતી હતી. જે રાજકોટ ડીવીઝનલ હતી જે એકાએક ટ્રાફીકથી તેમ કહી બંધ કરી દીધેલ. તે ટ્રેન બંધ થાય તેને રાજકોટ ડીવીઝન ડી. આર. એમ. પત્ર લખેલ તેમના વાળા સકારાત્મક પ્રતિભાવ મળેલ રાજકોટથી વિક વન્સી લંબાવી પોરબંદર સુધી કરી આપ્યા. આ રજૂઆત કારણે ભાવનગર ડીવીઝનના ડી. આર. એમ. નો સહકાર માંગેલ. પરંતુ નકારાત્મક પ્રતિભાવ રહ્યો હતો.
પોરબંદર સરાડીયા પોરબંદર વાયા વાંસજાળીયા જંકશન વચ્ચે નવો ટ્રેક અંદાજે ૪૦ કિલો મીટર નાખવા દરખાસ્ત કરેલ જે મંજૂર થયેલ. જે પત્રની નકલ ઝેરોક્ષ રાણાવાવ, કુતિયાણા ધારાસભ્યશ્રીને પણ આપેલ છે. સને ૧૯૮૩ ના તા. રર જૂનના અતિવૃષ્ટિ તોફાની પવનના ડેમજ થઇ ગયેલ. તે પુનઃ શરૂ કરવા ભાવનગર રેલ્વે સલાહકાર સમિતિમાં પ્રશ્નોતરી કાળના સમય દરમ્યાન પુનઃ સરવે કરવા નિર્ણય હાથ ધરાયેલ તે લાંબો સમય થયો. હવે આ સરવ કામગીરી હાથ ધરાય છે.
પોરબંદર તાલુકાના ભડગામના વતની જે તે સમયે ઘેડ વિસ્તારના યુવા પત્રકાર કમલેશ મહેતા પરિવાર સાથે સુરતના વરાછરામાં સ્થાયી થયા છે. તેઓશ્રી પણ પોરબંદરના વિકાસ સાથે રેલ્વેના વિકાસ સુવિધા માટે સતત જાગૃત છે. અવારનવાર રેલ્વે મંત્રાલાયમાં રજૂઆત કરતાં રહે છે. પોરબંદર રેલ્વે સ્ટેશનનું યાર્ડ વધારવાની જરૂર છે.
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
