<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

જામનગરમાં મેળાની આડે કાનુની અવરોધ નહીં : ગુજરાત હાઇકોર્ટ આપ્‍યો મહાનગર પાલિકાની તરફેણમાં ‘‘સ્‍ટે''

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૩ :  જામનગર સીવીલ કોર્ટ મેળા સામે વાંધો લેનાર આસામીના દાવામાં વચ્‍ચગાળાના મનાઇહુકમની અરજી નામંજુર કરી હતી. આની સામે આસામી વાંધેદાર દ્વારા જામનગરના એડીશનલ ડીસ્‍ટ્રીકટ કોર્ટ સમક્ષ અપીલ દાખલ કરવામાં આવેલ અને મેળાના આયોજન સામે સ્‍ટેની માંગણી કરવામાં આવેલ. મેળાના આ સ્‍ટેની માંગણી માટેની અપીલમાં આઠ થી દસ વકીલોની  ફોજ વાંધેદાર દ્વારા ઉતારવામાં આવેલ. ખુબ જ રસપ્રદ વણાકો લેતા આ કેસમાં નામદાર એડીશનલ ડિસ્‍ટ્રીકટ જજ સાહેબની કોર્ટમાં દલીલો સાંભળવા મોટી સંખ્‍યામાં વકીલો, પક્ષકારો અને જામનગરના નાગરીકો એકઠા થયેલા દોઢ (૧.૩૦) વાગ્‍યે બન્ને પક્ષકારોની રજુઆતો બાદ ૩.૩૦ વાગ્‍યે ફરી મેટર  અદાલત દ્વારા દલીલ ફીકસ કરવામાં આવેલ જેમાં કલેકટર અને કમીશનર કચેરી સહિતના અધિકારીઓને હાજર રાખવા કોર્ટ મૌખિક સુચના આપેલ. રસાકસીની ભરી આ જંગ શરૂ થાય તે પહેલા જ મહાનગર પાલિકાના વકીલ અચાનક જ ઘટસ્‍ફોટ કરી અને જાહેર કરેલ કે ગુજરાત  હાઇકોર્ટ દ્વારા  એડીશનલ ડીસ્‍ટ્રીકટ જજના આ મેળા પ્રકરણમાં અગાઉના ઓર્ડર સામે સ્‍ટે આપેલ છે અને હાલના આ કેસની સુનાવણીને પણ સ્‍થગીત કરવા આદેશ પાસ કરેલ છે. આમ આ જાહેરાત થતા જ કોર્ટમાં સોપો પડી ગયેલ. વાંધેદાર કે તેના વકીલ સ્‍ટેની રજૂઆત કર્યા વિના પરત ફરવુ પડેલ. આમ આ ચકચારી કેસમાં નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા મેળાના આયોજન અંગે મહાનગરપાલિકાની તરફેણમાં ચુકાદો આપેલ છે. જાણવા મળેલ છે કે, વાંધેદાર દાવાની કાયદાકીય ક્ષતિઓ ઉપરાંત ગુજરાત હાઇકોર્ટ દ્વારા મહાનગરપાલિકાના અધિકારીનું સોગંદનામું કે જે જેમાં બધી જ ગાઇડલાઇન્‍સ, એસ.ઓ.પી.નું પાલન કર્યા બાદ જ મેળો શરૂ કરવામાં આવશે તે પણ લક્ષમાં લીધેલ છે.

 ગુજરાત હાઇકોર્ટમાં જામનગર મહાનગરપાલિકા વતી સીનીયર કાઉન્‍સીલર અન્‍સીન દેસાઇ, તેમજ એડવોકેટ પ્રમેલ રાચ્‍છ અને મનન શાહ રોકાયા હતા.

(6:32 PM IST)