News of Thursday, 14th August 2025
હેલ્પીંગ હેન્ડ ક્લબ જૂનાગઢ દ્વારા સાંપ્રત દિવ્યાંગોની સંસ્થામાં સવારનું નાસ્તો અને બપોર તથા સાંજનું ભોજન અર્પણ
જયાં વૃદ્ધો જીવન વિતાવે છે તે અપનાધર વૃધ્ધાશ્રમ, સોનાપુરી ની સામે ભવનાથ રોડ ઉપર સોમવારે સેવા કાર્ય યોજાશે

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૪
"Helping hand club" સંસ્થાએ તારીખ 11/08/2025 ને સોમવારે ના રોજ સાંપ્રત દિવ્યાંગો ની સંસ્થા માં સવાર નો નાસ્તો, બપોર નુ ભોજન તેમજ સાંજ નુ ભોજન અંગે પ્રબંધ કરેલ આ અનુસંધાને બપોર ના ભોજન વખતે દિનેશભાઈ તેરૈયાની આગેવાની નીચે Helping hand club ના સેવાભાવી કાર્યકરોએ દિવ્યાંગો ને પોતાના હાથે ભોજન કરાવેલ છે.
આ કાર્યક્રમ માં શ્રમદાન માટે દિનેશભાઈ તેરૈયા, પરબતભાઇ વાઢીયા, એસ. જી. વાઘેલા, દિપકભાઇ વાણિયા, પુનાભાઇ ચૌહાણ, હરદાસભાઇ મોકરીયા, મિલીન્દભાઇ રાવલ, નીમુબેન વાઘેલા તેમજ અનીતાબેન પનારા ઓએ પોતા ની સેવા આપેલ છે.
આ ભોજન કાર્યક્રમ સંપન્ન બાદ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જુનાગઢ તરફ થી દિનેશભાઈ તેરૈયા નુ શાલ થી સન્માન કરેલ ને આપણી સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓ ની પ્રશંસા કરેલ છે.
હવે પછી નો કાર્યક્રમ તારીખ 18/08/2025 ને સોમવાર ના બપોર ના 12.00 કલાકે અપનાધર વૃધ્ધાશ્રમ, સોનાપુરી ની સામે ભવનાથ રોડ માં રાખેલ છે. આ સંસ્થા માં 40 વડીલો જીવન વિતાવે છે.તેમ ડી.કે. બકુત્રાએ જણાવ્યું છે.
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
