News of Thursday, 14th August 2025
શ્રી સ્વામિનારાયણ મંદિર ગાદી સ્થાન જેતપુર ના મહંત તેમજ કલાકુંજ શ્રી સ્વામિનારાયણ મંદિર તેમજ શ્રી સ્વામિનારાયણ મીશન લસકાણા સુરત નાં મહંત પરમ પૂ. સદગુરૂ શ્રી નીલકંઠચરણદાસજી સ્વામી સંતો અને હરિભકતો સાથે ધર્મ પ્રચાર અને જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવા માટે દુબઈના પ્રવાસે
જેતપુર શ્રી સ્વામિનારાયણ મંદિર ગાદી સ્થાન માં બીરાજમાન શ્રી બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ ની મુર્તી પ્રતિષ્ઠા ને ૧૦૦ વર્ષ નિમિત્તે તા ૨૫--૧૦--૨૫ થી ૩૧--૧૦-૨૫ સુધી ભવ્ય અને દિવ્ય શતાબ્દી મહોત્સવ નું જેતપુર નાં આંગણે પુજ્ય સ્વામી દ્વારા આયોજન

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૪:શ્રી સ્વામિનારાયણ મંદિર ગાદી સ્થાન જેતપુર ના મહંત તેમજ કલાકુંજ શ્રી સ્વામિનારાયણ મંદિર તેમજ શ્રી સ્વામિનારાયણ મીશન લસકાણા સુરત નાં મહંત પરમ પૂજ્ય સદગુરૂ શ્રી નીલકંઠચરણદાસજી સ્વામી આજે સંતો અને હરિભકતો સાથે દુબઈ ધર્મ પ્રચાર અને જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવા માટે દુબઈ પ્રવાસે તા ૧૪--૮--૨૦૨૫ નાં વહેલી સવારે સુરત થી ફ્લાઈટ મારફત દુબઈ જતા હરિભક્તોમાં હરખ જોવા મળી રહ્યો છે
આ પ્રવાસમાં પુજ્ય નીલકંઠચરણદાસજી સ્વામી અને સાત આઠ સંતો અને સીતેર એંશી હરિભક્તો પણ જોડાયા છે જેમાં સુરત વડદલા નાં હરિભક્તો અને પોરબંદર જામનગર રાજકોટ અને જેતપુર ના લક્ષ્મીકાંત ભાઈ મહેતા પણ આ ધર્મ પ્રચાર અર્થે દુબઈ નાં પ્રવાસે ગયાં છે જે આઠ દશ દિવસ સુધી સત્સંગ કથા વાર્તા અને સનાતન ધર્મ નો પ્રસાર પ્રચાર કરીને સુરત પરત ફરશે
જેતપુર શ્રી સ્વામિનારાયણ મંદિર ગાદી સ્થાન માં બીરાજમાન શ્રી બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ ની મુર્તી પ્રતિષ્ઠા ને ૧૦૦ વર્ષ થાય છે એ નિમિત્તે
આગામી દિવાળી પછી
તા ૨૫--૧૦--૨૫ થી ૩૧--૧૦-૨૫ સુધી ભવ્ય અને દિવ્ય શતાબ્દી મહોત્સવ નું જેતપુર નાં આંગણે પુજ્ય સ્વામી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે,
જેમાં અનેકો સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો નું પણ આયોજન કરવામાં આવ્યું છે.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(4:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
