<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

ગીર સોમનાથ જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ મહેર

સોમનાથ મહાદેવ મંદિર આસપાસ પણ વરસાદી ઝાપટાં વરસ્યા:વરસાદ શરૂ થતા ખેડૂતોમાં આશાની ચમક દેખાઈ

ગીર સોમનાથ જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ મહેર કરી છે. વહેલી સવારથી વાતાવરણમાં ઘેરા વાદળો છવાઈ ગયા અને કેટલાંક વિસ્તારોમાં ઝરમર વરસાદ નોંધાયો. સોમનાથ મહાદેવ મંદિર આસપાસ પણ વરસાદી ઝાપટાં વરસ્યા છે. વરસાદ શરૂ થતા ખેડૂતોમાં આશાની ચમક દેખાઈ છે અને તેઓ મેઘરાજા મનમુકીને વરસે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. જો કે, હજુ સુધી ખેતી માટે પૂરતો વરસાદ ન વરસતા  ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઇ છે

 

(6:15 PM IST)