<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

પોરબંદરમાં ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કીર્તિ મંદિરની મુલાકાત લીધી

પોરબંદર :૭૯માં સ્વાતંત્ર્ય પર્વ રાજ્ય કક્ષા મહોત્સવ પ્રસંગે પોરબંદર પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મહાનુભાવઓએ કીર્તિ મંદિરની મુલાકાત લીધી હતી.  
 આ મુલાકાત વેળાએ પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ  ચેતનાબેન તિવારી, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી સહિતના મહાનુભાવો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

(7:14 PM IST)