<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા લોકોને રાષ્ટ્રચિન્હ લગાવી દેશપ્રેમ ઉજાગર કરાયો.

શહેરના માર્ગો ઉપર ઉભા રહીને યંગ ઈન્ડિયા ગ્રુપના કાર્યકરોએ સ્વતંત્રતા દિનની પૂર્વ સંધ્યાએ લોકોમાં રાષ્ટ્રભક્તિ જાગૃત કરી.

( પ્રવિણ વ્યાસ દ્વારા )  મોરબીમાં 15મી ઓગસ્ટ સ્વતંત્ર્ય પર્વ પર હર ઘર તિરંગા અભિયાન હેઠળ ઠેરઠેર તિરંગાનું વિતરણ અને વિવિધ પ્રવૃત્તિઓથી લોકોમાં દેશદાઝની ભાવના જાગૃત કરવામાં આવી રહી છે. ત્યારે ક્રાંતિકારી વિચારોને વરેલું અને દેશસેવા માટે સમર્પિત મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપે પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઈને લોકોમાં દેશપ્રેમ જાગૃત કરીને આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી હતી. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપે 15 ઓગસ્ટના સ્વતંત્રતા પર્વની આજે પૂર્વ સંધ્યાએ મોટાભાગના માર્ગો સહિત શહેરના ખૂણે ખૂણે ફરીને લોકોના હૃદયસ્થાન જ્યાં હોય તે શર્ટના ખિસ્સા પર ગૌરવરૂપ રાષ્ટ્રચિન્હ લગાવીને દેશના એક આદર્શ નાગરિક બનીને રાષ્ટ્ર પ્રત્યેની તમામ ફરજો નિભાવવાનો સંદેશ આપ્યો હતો.

(11:49 PM IST)